બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 09:05 PM, 20 September 2023
ADVERTISEMENT
ગુજરાત ભરમાં ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસેલા વરસાદને લઈ ક્યાંક ફાયદો તો ક્યાંક તારાજી સર્જી છે. રાજ્યમાં ફરી એક વાર ભાદરવાના વરસાદે તારાજી સર્જી છે. જૂનાગઢના માંગરોળમાં ઘેડ પંથકમાં ભારે વરસાદને લઈ ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે. જેને લઈને ઉભા પાકોમાં નુકસાન થયુ છે.બીજી તરફ કચ્છના અબડાસમાં વરસેલા અનરાધાર વરસાદને લઈને કોઝવે તૂટતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તેમજ અબડાસાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. આ સાથે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ મગફળી, મકાઈ, બાજરી જેવા પાકોમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ ભરૂચમાં નર્મદા નદીનુ પાણી ભરાતા માંડવી, ગુવાલી અને મુલડ ગામના ખેતરોમાં પાકમાં નુકસાન થયુ છે.
ADVERTISEMENT
કપાસ, સોયાબીન અને ડાંગરમાં નુકસાન
દાહોદમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના લીધે ખેતીપાકમાં નુકસાન થયું છે. મકાઈ, કપાસ, સોયાબીન અને ડાંગર જેવા પાકોમાં મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસમાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રો પરેશાન થયા છે. દાહોદના ખેડૂતો સરવે કરાવી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે.
સુખી ડેમનું પાણી ખેતરો સુધી પહોંચ્યું
છોટા ઉદેપુરના પાવી જેતપુરના સુખી ડેમનું પાણી ખેતરો સુધી પહોંચ્યું છે. ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ છે. પાવી જેતપુરના આંબાખુટ ગામ તરફ પાણી આવ્યું છે. ડેમના ઉપરવાસમાં આવેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા ભારે નુકસાન સર્જાયું છે. પાણી ખેતરમાં આવતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન મોટું નુકસાન થયું છે.
મગફળી ઉગી જવાની ભીતિ
બનાસકાંઠા જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ડીસા, લાખણી, થરાદ, વાવ, ભાભર, ધાનેરા, દિયોદરમાં વરસાદ વરસ્યો છે. સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદને પગલે ખેતીના પાકમાં નુકસાન થયું છે. બાજરી, મગફળી, કપાસ, એરંડા અને શાકભાજીમાં મોટું નુકશાન થયું છે. ખેતરમાં કાપેલી બાજરીમાં વરસાદી પાણી ભરાતા બાજરીમાં મોટું નુકશાન પહોંચ્યું છે. મગફળીમાં વરસાદી પાણી ભરાતા ખેતરમાં મગફળી ઉગી જવાની ખેડૂતો ભીતિ સેવી રહ્યાં છે. સરકાર દ્વારા તાત્કાલિક યોગ્ય સહાય જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
ખેતીપાકમાં નુકસાન
દાહોદમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના લીધે ખેતીપાકમાં નુકસાન થયું છે. મકાઈ. કપાસ, સોયાબીન અને ડાંગર જેવા પાકોમાં મોટાપાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બે દિવસમાં 6 ઇંચ જેટલો વરસાદ પડતા ધરતીપુત્રો પરેશાન થયા છે. દાહોદના ખેડૂતો સરવે કરાવી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.