વડાલા રોડ પર ટેન્કરમાં ભભૂકી આગ, 24 હજાર લીટર કેમિકલ બળીને ખાખ

By : kavan 07:57 AM, 27 November 2018 | Updated : 07:57 AM, 27 November 2018
મુંબઈમાં કેમિકલ ભરેલા એક ટેન્કરમાં આગ લાગી. ટેન્કરમાં આગ લાગતા ટેન્કર ચાલકનું મોત થયું છે. મુંબઈના વડાલા રોડ પરની આ ઘટના છે અને આ ટેન્કર માહુલથી બેંગ્લોર જઈ રહ્યુ હતુ તે સમયે ટેન્કર ચાલકે ટેન્કર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. 

જેના પગલે ટેન્કરમાં આગ લાગી અને ટેન્કર ચાલકનું મોત થયું. ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાંચ ફાયર ફાઈટરની મદદ લેવામાં આવી હતી.
 
ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. તો પ્રાપ્ત વિગતો મુજબ આ ટેન્કરમાં 24 હજાર લીટર કેમિકલ ભર્યુ હતુ. જેના પગલે આગ લાગતા સમગ્ર ટેન્કર બળીને ખાખ થયુ અને ટેન્કરચાલકનું મોત નીપજ્યું.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story