બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઓમાનના દરિયાકાંઠે ડૂબ્યું ઓઈલ ટેન્કર જહાજ, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
Last Updated: 08:18 AM, 17 July 2024
Oil tanker sunk : ઓમાનના દરિયાકાંઠે ઓઈલ ટેન્કર જહાજ ડૂબ્યું હોવાનું સામે આવ્યું છે. ઓમાનના મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બર્સને લઈ જતું ઓઈલ ટેન્કર દરિયાકાંઠે પલટી ગયું છે. ક્રૂ મેમ્બર ગુમ છે તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષા કેન્દ્રે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કોમોરોસના ધ્વજવાળા ઓઈલ ટેન્કર 'પ્રેસ્ટિજ ફાલ્કન'ના ક્રૂમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકાના લોકો સવાર હતા. ઓમાની બંદર દુકમ નજીક રાસ મદારકાથી 25 નોટિકલ માઇલ દક્ષિણ-પૂર્વમાં સોમવારે જહાજ પલટી ગયું હતું.
ADVERTISEMENT
Updates regarding the recent capsizing incident of the Comoros flagged oil tanker southeast of Ras Madrakah pic.twitter.com/PxVLxlTQGD
— مركز الأمن البحري| MARITIME SECURITY CENTRE (@OMAN_MSC) July 16, 2024
અહેવાલ મુજબ ઓમાનના મેરીટાઇમ સિક્યોરિટી સેન્ટરે જણાવ્યું હતું કે ઓઇલ ટેન્કર 'પાણીમાં ડૂબી ગયું હતું અને ઊંધુ પડ્યું હતું'. જોકે રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ નથી કે જહાજ સ્થિર થઈ ગયું છે કે તેલ દરિયામાં લીક થઈ રહ્યું છે. LSEG ના શિપિંગ ડેટા પરથી જાણવા મળ્યું કે આ જહાજ 2007માં બનેલ 117 મીટર લાંબુ ઓઇલ પ્રોડક્ટ ટેન્કર છે. આવા નાના ટેન્કરો સામાન્ય રીતે ટૂંકી યાત્રાઓ માટે તૈનાત હોય છે.
ADVERTISEMENT
ઓમાનના દક્ષિણ-પશ્ચિમ કિનારે સ્થિત ડુકમ પોર્ટ દેશના મોટા તેલ અને ગેસ ખાણકામ પ્રોજેક્ટ્સ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મુખ્ય ઓઇલ રિફાઇનરી એ રાજ્યનો સૌથી મોટો સિંગર ઇકોનોમિક પ્રોજેક્ટ ડુકમના વિશાળ ઔદ્યોગિક વિસ્તારનો એક ભાગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.