...તો હવે ભારતમાં 250 રૂપિયા લિટર થઇ જશે પેટ્રોલ!

By : juhiparikh 06:37 PM, 15 November 2017 | Updated : 06:43 PM, 15 November 2017

તમારે એક લિટર પેટ્રોલ માટે 250 રૂપિયા ચૂકવવા પડે તો વિચારો શું થશે? ઇરાન અને સાઉદી અરબની વચ્ચે યુદ્ઘ થશે તો આ શક્ય થઇ શકે છે. જો આ થયું તો માત્ર તમારા ખિસ્સા પર જ નહી પરંતુ સરકારનું બજેટ પણ ખોરવાઇ દેશે. મોંઘવારી ઘણી વધી જશે.

એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો સાઉદી અરબ અને ઇરાનની વચ્ચે યુદ્ઘ થાય તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત 200 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. એવામાં એક લિટર પેટ્રોલનો ભાવ ભારતમાં 250 રૂપિયા પ્રતિ લિટર થઇ જશે.

કેડિયા કમોડિટીના MDએ જણાવ્યુ કે, ''જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત 200 ડૉલર પ્રતિ બેરલ થઇ જાય તો ભારતમાં પેટ્રોલનો ભાવ 250 રૂપિયા પ્રતિ લિટર થઇ જશે. સાઉદી અરબમાં ઇરાનની વચ્ચે તણાવ વધવાને કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમત સતત વધી નથી રહી પરંતુ અઢી વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઇ છે. હાલમાં બ્રેટ ફ્રૂડની કિંમત 62 ડૉલર પ્રતિ બેરલ છે. ''

જોકે તેમને આગળ જણાવ્યુ  કે, ''આશંકાઓ ઓછી છે. કેમકે દુનિયામાં સૌથી વધારે ક્રૂડ ઇમ્પોર્ટર અમેરિકા પણ હવે ક્રૂડ એક્સપોર્ટ કરવા લાગ્યુ છે. જ્યારે ચીન અને અન્ય દેશોમાં ક્રૂડની ડિમાન્ડ કોઇ વધારો જોવા મળ્યો નથી. ત્યારે મોટાભાગે દેશોમાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલ પર શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યા છે. તેનાથી તેની ડિમાન્ડમાં ઘટાડો થઇ શકે છે.''

એક રિપોર્ટ અનુસાર, ક્રૂડ ઑયલ સપ્લાઇ કરનારા તમામ દેશોમાં સાઉદી અરબનો કુલ 20% ભાગ છે. એવામાં જો સાઉદી અને ઇરાનની વચ્ચે મતભેદ વધે તો, સપ્લાઇ રોકાઇ જશે. એવામાં ક્રૂડની કિંમતમાં વધારો થઇ શકે છે.

મધ્ય પૂર્વના 2 તાકતવર દેશોમાં સાઉદી અરબ અને ઇરાનની વચ્ચે હંમેશાથી છત્તીસનો આંકડો રહ્યો છે. બંને ધર્મોથી લઇને તેલ અને વિસ્તારનો દબદબો કાયમ કરવા સુધીની વાતો પર ઝઘડે છે.
Recent Story

Popular Story