બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:55 PM, 14 November 2024
Leopard Sentenced To Life Imprisonment:તાજેતરમાં દીપડાએ 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. માંડવી તાલુકાના ઉષ્કર ગામે શેરડીના ખેતર પાસે બાળકી રમતી હતી ત્યારે દીપડો બાળકીને ઉપાડી લઇ ગયો હતો.ગુજરાતના સુરત જિલ્લામાં ઓછામાં ઓછા ત્રણ લોકોની હત્યા કરવા બદલ એક દીપડાને 'આજીવન કેદ'ની સજા ફટકારવામાં આવી છે. રવિવારના સુરતના માંડવી નજીક એક અઠવાડિયા સુધી ચાલેલા ઓપરેશન બાદ પકડાયેલા દીપડાને વન વિભાગે આ સજા આપી હતી. આ દીપડાએ જિલ્લાના ગામડાઓમાં આતંક મચાવ્યો હતો.
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડો તેનું બાકીનું જીવન તે જ જિલ્લામાં ઝંખવાવ ખાતેના પુનર્વસન કેન્દ્રમાં વિતાવશે. સુરતના ઉપ વન સંરક્ષક આનંદકુમારે એક મિડિયા સાથે વાત કરતા કહ્યુ કે જ્યારે કોઈ પ્રાણીને મનુષ્યો પર હિંસક હુમલો કરવાની ટેવ પડી જાય છે ત્યારે તેને ખુલ્લામાં રાખી શકાતું નથી.
ADVERTISEMENT
કુમારે કહ્યું કે વન વિભાગના નિયમો મુજબ આવા પ્રાણીઓને પુનર્વસન કેન્દ્રોમાં રાખવામાં આવે છે. માનવીઓ પર હિંસક હુમલા કરનાર આ દીપડાને બચાવી લેવામાં આવ્યો છે અને હવે તેને પુનર્વસન કેન્દ્રમાં રાખવામાં આવશે.
તાજેતરમાં દીપડાએ 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. માંડવી તાલુકાના ઉષ્કર ગામે શેરડીના ખેતર પાસે રમતી હતી ત્યારે દીપડો બાળકીને દબોચી લઇ ગયો હતો. તેનો પરિવાર શેરડીની લણણીની મોસમ દરમિયાન ખેતમજૂર તરીકે કામની શોધમાં પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી આવ્યો હતો.
આ પણ વાંચોઃ બનેવીએ એક્ટિવા ખરીદવા 20000 ન આપતા સાળાએ એવો કાંડ કર્યો કે જાણીને ચોંકી જશો, બહેનો માટે ચોંકાવનારો કિસ્સો
દક્ષિણ ગુજરાતના પુનર્વસન કેન્દ્રનો પ્રથમ કેસ
દક્ષિણ ગુજરાતમાં ઝંખવાવ (માંડવી, સુરત) ખાતે રૂ. 1.50 કરોડના ખર્ચે પુનર્વસન કેન્દ્રનું નિર્માણ થયું છે. અત્યાર સુધી સુરત જિલ્લામાંથી આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા.
દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં હિંસક પ્રાણીઓ માટે ઝંખવાવ પુનર્વસન સેન્ટર શરૂ થયા બાદ પ્રથમ વખત માંડવીમાં પકડાયેલો દીપડો હવે નવસારી, વલસાડ, ડાંગના જંગલોમાં માનવ પર હુમલો કર્યા બાદ પકડાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.