રાજ્યમાં જ્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે દારૂબંધી મુદ્દે CM રૂપાણીનું મોટું નિવેદન આવ્યું છે.
ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો
દારૂબંધીને લઇ CM રૂપાણી બોલ્યા
''દારૂના વેચાણને છૂટ નહીં આપીએ''
દારૂની છુટ્ટ આપીશું તો રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે: CM
આજે ગૃહમાં CM રૂપાણીએ રાજ્યમાં દારૂબંધીને લઈને ચર્ચા દરમ્યાન નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે દારૂના વેચાણને ગુજરાતમાં છૂટ નહીં આપીએ. દારૂની છૂટને કારણે મહિલાઓની સુરક્ષા ખતરામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. CM રૂપાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે મહિલાઓ ગુજરાતમાં રાત્રે સ્કૂટર લઈને નીકળી શકે છે તે ગુજરાતમાં દારૂબંધીને કારણે છે. જો દારૂની છૂટ્ટી અપાશે તો રાજ્યમાં મહિલા સુરક્ષિત નહીં રહે.
Photo : facebook/cmrupani
દારૂબંધી પર ગૃહમાં બોલ્યા CM રૂપાણી
આવામાં ફરી એક વખત રાજ્યમાં દારૂબંધી હટશે કે નહીં તેની અટકળો પર પૂર્ણવિરામ લાગી ગયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં દારૂબંધી હટાવવા માટે કેટલાંક લોકોએ માંગ ઉઠાવી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી પણ થઈ ચૂકી છે. બીજી બાજુ રાજકીય નેતા શંકરસિંહ વાઘેલા પણ રાજ્યમાં દારૂની છૂટ આપવાની હિમાયત કરી ચૂક્યાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી નહીં થાય
બીજી તરફ સીએમ રૂપાણીએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે સરકાર વહેલી ચૂંટણી ઈચ્છતી નથી. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી નહીં થાય.
Photo : facebook/cmrupani
મહિલાઓની મહાનતાને સલામ કરવાનો દિવસ
વિશ્વભરમાં આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને જીવનમાં નારીનું શું મહત્વ છે તથા નારીના જીવનને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે તથા સોશ્યલ મીડિયામાં પણ નારીઓને પ્રોત્સાહન આપવા માટે યુવાનોમાં આજના દિવસનો ક્રેઝ છે ત્યારે ગુજરાત સરકારે પણ આજે મહિલા દિવસને લઈને આયોજનો કર્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે મહિલાઓને ચેક વિતરણ
નોંધનીય છે કે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મહિલાઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. વ્હાલી દિકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. પોર્ટલથી આંગણવાડી બહેનોને વેતન ચુકવણીનો શુભારંભ પણ કરવામાં આવ્યો તથા મહિલા-બાળ વિકાસ વિભાગની ડિજિટલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
બહેનોને ખાતરી આપવા આવ્યો છું કે સરકાર તમારી સાથે ઉભી છે. ગુજરાતની બહેનો દરેક ક્ષેત્રમાં આગળ આવીને પોતાનું યોગદાન રાષ્ટ્રના વિકાસમાં, નયા ભારતના નિર્માણમાં એ પોતે કરશે તેવી મને શ્રદ્ધા છે. #WEStartMeetpic.twitter.com/N5Zt9DXv7B