બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / officer suspended after giving cold food to cm shivraj singh

કાર્યવાહી / CMને ઠંડું ભોજન પીરસાયું તો અધિકારીને કરાયા સસ્પેન્ડ, બાદમાં ખુદ મુખ્યમંત્રીએ હસ્તક્ષેપ કર્યો અને...

Parth

Last Updated: 03:30 PM, 26 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ઇન્દોર યાત્રા પર હતા અને તે દરમિયાન પ્રોટોકોલના પાલનમાં લાપરવાહીના કારણે ઇન્દોરના કલેકટરે ખાદ્ય નિરીક્ષક મનીષ સ્વામીને સસ્પેન્ડ કરી દીધા. જોકે બાદ હવે સીએમના હસ્તક્ષેપ બાદ તેમને ફરીથી નોકરીમાં લેવામાં આવ્યા છે.

  • CMના ભોજનમાં ચૂકના કારણે અધિકારીને સસ્પેન્ડ કરાયાં 
  • ઇન્દોર યાત્રા પર હતા શિવરાજ સિંહ ચૌહાણ 
  • રાજકારણ ગરમાતા મુખ્યમંત્રીએ અધિકારીની ફરીથી નિમણૂક કરવા આદેશ આપ્યા 

સીએમના ભોજનના પ્રોટોકોલમાં થઇ હતી ભૂલ 

નોંધનીય છે કે મુખ્યમંત્રી જ્યારે કોઈ યાત્રા પર હોય ત્યારે તેમના સ્ટાફ અને તેમના ભોજનની વ્યવસ્થા એક પ્રોટોકોલ આધારે થાય છે જેમાં બુધવારે ભૂલ થઇ ગઈ, એક તો ભોજન મોડું પહોંચ્યું અને તેમાં ગુણવત્તા પણ સારી ન હતી. આ મામલાને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી અને તે અધિકારીને પ્રોટોકોલનું ભંગ ખૂબ ભારે પડ્યું. કલેકટરે કહ્યું કે સીએમનું ભોજન સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ તેમાં ભૂલ થઇ હતી.  

સીએમના ભોજનમાં આ રીતે બેદરકારી બદલ કલેકટરે તાત્કાલિક ધોરણે ખાદ્ય અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. બાદમાં મુખ્યમંત્રીએ અધિકારીની ફરીથી નિમણૂક કરવા માટે નિર્દેશ આપ્યા. 

CM પોતે મોડા પડ્યા હતા 

નોંધનીય છે કે ઇન્દોરમાં જ વિધાનસભામાં પચાસ કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોમાં ભૂમિપૂજન માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પહોંચ્યા હતા જોકે તેમને ત્યાં આવવામાં મોડું થઇ ગયું અને તે 2 કલાક મોડા ત્યાં પહોંચ્યા. વાતાવરણ સારું ન હોવાથી તેમણે હેલિકોપ્ટરની જગ્યાએ કારથી જ યાત્રા કરવાનું નક્કી કર્યું અને કલેકટરને કારમાં જ ભોજન આપવાના નિર્દેશ કર્યા. 

અધિકારીએ બે બે વાર ભોજન બનાવ્યું હતું 

જે અધિકારી પર કાર્યવાહી કરવામાં આવી હતી તે અધિકારીએ કહ્યું કે જે કાર્યક્રમ હતો તે અનુસાર છ વાગે તો ભોજન તૈયાર જ હતું પણ સીએમ બે કલાક મોડા આવ્યા અને મેં ફરીથી બીજું ભોજન પણ બનાવડાવ્યું અને પેક પણ સારી રીતે કર્યું હતુંમ ખાલી રોટલીઓ જ ઠંડી થઇ હતી બાકી ભોજન ગરમ જ હતું. સીએમની ગાડીમાં AC ચાલુ હતું અને મોસમ પણ ઠંડો હતો જેના કારણે રોટલીઓ ઠંડી થઇ ગઈ. બાદમાં મને વરિષ્ઠ અધિકારીનો ભોજનને લઈને ફોન આવ્યો અને 24મી સપ્ટેમ્બરે વોટ્સએપ પર સસ્પેન્શનનો આદેશ આવ્યો. 

આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું 

નોંધનીય છે કે આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું. ;પૂર્વ મંત્રી જીતુ પટવારીએ શિવરાજ સિંહ ચૌહાણને આડે હાથ લીધા હતા અને કહ્યું કે તમે પોતાને ખેડૂતોના પુત્ર કહો છો અને તમારા રાજમાં લોકો ભૂખ્યા સુઈ રહ્યા છે, તમે એક અધિકારી સસ્પેન્ડ કરી દીધા કારણ કે ભોજન ઠંડુ હતું. મને શરમ આવે છે તમારા પર.

સંકળાયેલા મુદ્દાઓ

Indore Madhya Pradesh Shivraj singh chauhan મધ્ય પ્રદેશ શિવરાજ સિંહ ચૌહાણ Madhya Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ