અહીંયા અમે તમને ફોનના એક એવા સેટિંગ વિશે જણાવી રહ્યા છીએ જેને તમારે ઑફ કરીને રાખવું જોઇએ. આ સેટિંગ એપ્સથી જોડાયેલું છે. જો તમે આ સેટિંગને જો ઑફ નહી કરો તો ફોનથી uninstall કર્યા પછી પણ એપ ફોનથી ક્નેક્ટ રહે છે. આ ફોનના ડેટા અને બેટરીનો ઉપયોગ કરવાની સાથે સાથે ફોનની સિક્યોરિટી માટે પણ ખતરનાક બની જાય છે કેમકે આ તમારા મેલ અને પ્રોફાઇલની ઇન્ફર્મેશનેને પણ એક્સેસ કરે છે.
જો તમે ભૂલથી પણ કોઇ વાયરલ ધરાવતી એપ ઇન્સ્ટૉલ કરી લેશો અને પછી તે એપ્લિકેશનને ફોનથી ડિલીટ અથવા તો uninstall કરી દેશો ત્યારે પણ થઇ શકે છે કે આ એપ તમારા ફોનથી કનેક્ટ રહે. આ સેટિંગનો યૂઝ કરવા માટે તમારે સ્માર્ટફોનના સેટિંગ ઑપ્શનમાં જવાનું રહેશે.
Step 1 ફોનની સેટિંગમાં જઇને Google પર ટેપ કરો. જ્યાં Connected Appsના ઑપ્શન પર ટેપ કરો.
Step 2 અહીંયા તમને તે તમામ એપ્સ દેખાશે જે ડિલીટ કર્યા પછી તમારા Gmail એકાઉન્ટથી કનેક્ટ હશે જેને ડિલીટ કરવા ઇચ્છો છો તેના પર ટેપ કરો.
Step 3 Disconnetનો ઑપ્શન દેખાશે જેના પર ટેપ કરીને એપને ડિસ્કનેક્ટ કરી દો.