બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Odisha Lok Sabha Election Results 2019 Naveen Patnaik bjp congress

લોકસભા / મોદી સુનામીમાં રાહુલ-માયા-અખિલેશ તણાયા, પરંતુ આ એક નેતાનું રાજ્ય અડીખમ

vtvAdmin

Last Updated: 11:48 PM, 23 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં મોદીવેવથી કોઈ બચી નથી શક્યું ત્યારે એકમાત્ર રાજ્ય ઓડિસા સફળ રહ્યું છે. ત્યાં વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીમાં મોદીની સુનામી નુકસાન પહોંચાડી શકી નથી. 20 વર્ષથી ઓડિસામાં રાજ કરતાં નવીન પટનાયકમાં એવો તો ક્યો જાદુ છે કે મોદી લહેર વચ્ચે પણ તેઓ પોતાનો ગઢ અડીખમ રાખી શક્યા.

મોદીની સુનામી વચ્ચે જો કોઈ ટકી શક્યું હોય તો તે એક નામ છે ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક. વિધાનસભા ચૂંટણીમાં નવીન પટનાયકની પાર્ટી બીજુ જનતા દળે 146માંથી 103 સીટ મેળવી અને ફરી સરકાર બનાવવામાં સફળતા મેળવી.
 
તો લોકસભાની ચૂંટણીમાં પણ મોદીની અસરને સિમિત રાખવામાં પટનાયક સફળ રહ્યા છે. ઓડિશાની લોકસભાની 21 બેઠકમાંથી 14 બેઠકો પર જીત મેળવી છે. જોકે, ભાજપે અહીં પ્રદર્શન જરૂર સારું કર્યું પણ તે બેઠક 7થી વધારી ન શક્યું તે પણ સત્ય છે.

2019ની લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે લૂક ઈસ્ટની રણનીતિથી કામ કર્યું હતું. જેના ભાગરૂપે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર પૂરતી તાકાત લગાવી ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં બંગાળમાં ભાજપ ભંગાણ પાડવામાં ઘણે અંશે સફળ રહ્યુ પણ ઓડિશામાં ભાજપની કારી ફાવી નહીં.

ઓડિશાનો ગઢ જીતવા માટે ભાજપે નવીન પટનાયકના ઘણા સાથીએ તોડ્યા. પરંતુ આ ફોર્મ્યુલા પણ ભાજપને કામ આવી ન હતી.

તો નવીન પટનાયક મોદી-શાહની રણનીતિ ખાળવા કેમ સફળ રહ્યા તે જાણવું પણ જરૂરી છે. નવીન પટનાયક ઓછું બોલી વધુ કામ કરનાર નેતા છે. તેમના વિકાસ કાર્યોએ જ તેમને જીતાડ્યા છે. નવીન પટનાયક ઓડિશાના વિકાસપુરૂષ તરીકે પણ જાણીતા છે. તેઓ 20 વર્ષથી ઓડિશામાં રાજ કરે છે. ઓડિશામાં તેમની લોકપ્રિયતા બુલંદી પર છે.

ઉલ્લેખનિય છે કે હાલમાં સાયક્લોન આવ્યું તે વખતે પણ નરેન્દ્ર મોદીએ નવીન પટનાયકની રાહત કામગીરીને બિરદાવી હતી. કહેવાય છે કે મિતભાષી નવીન પટનાયક બોલે ભલે ઓછું પણ તેનું કામ સદા બોલતું રહે છે. આના કારણે જ તેઓ આજે પણ ઓડિશાના સિંહાસન પર અજેય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election Results 2019 Naveen Patnaik odisha Lok Sabha Elections 2019
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ