બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Odisha is once again in danger of a major cyclonic storm

Cyclone Alert! / આગામી 48 કલાક ભારે! જાણો ક્યાંથી પસાર થશે આસની વાવાઝોડું, રવિવાર સુધી ફૂંકાશે પવન

ParthB

Last Updated: 10:35 AM, 6 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળની ખાડીમાંથી ઊદભવેલું ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. જેને લઈને ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

  • ઓડિશા પર ફરી એકવાર મોટા ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાયો
  • 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયા 
  • ચક્રવાતને લઈને PM મોદીએ સમીક્ષા બેઠક યોજી 

 ઓડિશા પર ફરી એકવાર મોટા ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. 

બંગાળની ખાડીમાંથી ઉછળેલું આ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે જોર પકડી રહ્યું છે. બંગાળની ખાડી અને આંદામાન ઉપરનું લો પ્રેશર એરિયા પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર આગામી 8 મે સુધીમાં ચક્રવાત બંગાળની ખાડીમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ તેની ઝડપ 75 કિમી પ્રતિ કલાકની થઈ શકે છે.હવામાન વિભાગ આના પર ચાંપતી નજર રાખી રહ્યું છે. આ વાવાઝોડાની અસર પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ઝારખંડ પર પડી શકે છે.

18 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

ચક્રવાતી તોફાનના ખતરાને જોતા ઓડિશા સરકારે 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 48 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે.

ચક્રવાતને લઈને PM મોદીએ સમીક્ષા બેઠક યોજી 

મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત અસાનીને લઈને સમીક્ષા બેઠક યોજી છે. આ બેઠકમાં ડિઝાસ્ટર વિભાગ અને હવામાન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અહીં, ઓડિશા સરકારે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થો પહોંચાડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

NDRFની ટીમો પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે

દરમિયાન, સાવચેતી તરીકે, ઓડિશાના મલકાનગિરીથી મયુરભંજ સુધીના 18 જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. NDRFની 17 ટીમો અને ODRAFની 20 ટીમો સાથે ફાયર બ્રિગેડની 175 ટીમોને પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

IMDએ 3 મેના રોજ જ ચક્રવાતની આગાહી કરી હતી

3 મેના રોજ જ હવામાન વિભાગે માહિતી આપી હતી કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 6 મેની આસપાસના વિસ્તારમાં નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે અને આગામી 120 કલાક દરમિયાન મોટું ચક્રવાત થવાની સંભાવના છે. 4 મે માટે માછીમારોને આપેલી ચેતવણીમાં હવામાન વિભાગે કહ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ભારે પવનની સંભાવના છે.

2021માં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 2021માં ભારતમાં ત્રણ ચક્રવાત આવી ચૂક્યા છે. ચક્રવાત જવાદ ડિસેમ્બર 2021માં આવ્યો હતો જ્યારે ચક્રવાત ગુલાબ સપ્ટેમ્બર 2021માં આવ્યો હતો. આ સિવાય ચક્રવાત યાસે મે 2021માં દસ્તક આપી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Cyclonic Storm Hevay rain odisha yellow alert ઓડિશા ગુજરાતી ન્યૂઝ યલો એલર્ટ વાવાઝોડું Odisha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ