બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / odisha 10 killed as van overturns in

અકસ્માત / ઓડિશામાં પિકઅપ વેન પલટી જવાથી 10ના મોત, 15 ઘાયલ

Dharmishtha

Last Updated: 12:01 PM, 1 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના કોરાપુટ જિલ્લામાં રવિવારે એક પિકઅપ વેનના પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 અન્ય લોકો ઘાયલ થયા છે.

  • ડ્રાઈવર ગાડી પર નિયંત્રણ ખોઈ બેઠો જેના કારણે આ વેન પલટી ગઈ હતી
  • એક સંબંધીના બેસણામાંથી પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા ત્યારે બની ઘટના
  • ઘાયલોમાં 10 લોકોની હાલત નાજુક 

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના કોટપડ પોલીસ સ્ટેશનના મુર્તાહાંડીમાં થઈ છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે લગભગ 30 લોકો પડોશી છત્તીસગઢ રાજ્યમાંથી એક સંબંધીના બેસણામાં સામેલ થયા બાદ પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા.

ઘાયલોમાં 10 લોકોની હાલત નાજુક 

કોરાપુટના પોલીસ અધિક્ષક વરુમ ગુંટુપલ્લીએ જણાવ્યું કે 10 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે 15 ઘાયલોને કોટપડના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘાયલોમાં 10 લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

ડ્રાઈવર ગાડી પર નિયંત્રણ ખોઈ બેઠો જેના કારણે આ વેન પલટી ગઈ હતી

કોરપુટના ડીએમ મધુસુદન મિશ્રાએ જણાવ્યુંકે યાત્રી ઓડિશાના સિંધિગુડા ગામથી છત્તીસગઢના કુલ્ટા ગામ તરફ જઈ રહ્યા હતા. ઘાયલોની સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યાનુંસાર ઘાયલોમાં 10ની હાલત ગંભીર છે. પોલીસનું કહેવું છે કે ડ્રાઈવર ગાડી પર નિયંત્રણ ખોઈ બેઠો જેના કારણે આ વેન પલટી ગઈ હતી.

સંકળાયેલા મુદ્દાઓ

accident odisha અકસ્માત ઓડિશા મોત Odisha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ