બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / વનડે ક્રિકેટના 53 વર્ષના ઈતિહાસમાં કોઈ ન કરી શક્યું તેવું ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ કર્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
Last Updated: 09:55 AM, 20 September 2024
માર્નસ લાબુશેને વનડે ક્રિકેટમાં એવું કામ કરી બતાવ્યું છે જે 53 વર્ષના ઈતિહાસમાં આજસુધી કોઈ ક્રિકેટર નથી કરી શક્યા. ઈંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિઝમાં રમાયેલી પહેલી વનડેમાં લાબુશેનને બેટિંગની સાથે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ જોરદાર પ્રદર્શન કરી દીધુ છે.
ADVERTISEMENT
Australia complete their highest successful run-chase in England in men's ODIs to go 1-0 up in the series 🙌#ENGvAUS 📝: https://t.co/7BIyVQMaxd pic.twitter.com/kpnykHfsYg
— ICC (@ICC) September 19, 2024
ઈંગ્લિશ ટીમના સામે તેમણે 61 બોલ પર 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 77 રનની ઈનિંગ રમી. ત્યાં જ બોલિંગમાં તેમણે બેન ડકેટના મહત્વપૂર્ણ વિકેટની સાથે કુલ ત્રણ વિકેટ લીધી. તેના ઉપરાંત તેમણે ફિલ્ડિંગમાં પણ ત્રણ કેચ પકડ્યા. લાબુશેન એક જ વનડે મેચમાં હાફ સેન્ચુરી, ત્રણ વિકેટ અને ચાર કેચ લેનાર દુનિયાના પહેલા ખેલાડી બની ગયા છે.
ADVERTISEMENT
રેકોર્ડતોડ રહી ઈંગ્લેન્ડ Vs ઓસ્ટ્રેલિયાની પહેલી વનડે
ઈંગ્લેન્ડે બેન ડકેટની 95 રનની ઈનિંગના દમ પર કાંગારૂઓની સામે જીત માટે 316 રનોનું લક્ષ્ય મુક્યું. આ સ્કોરને તેમણે 44 ઓવરમાં 7 વિકેટ બાકી રહેતા ચેઝ કરી લીધો. ઓસ્ટ્રેલિયા માટે આ રન ચેઝમાં ટ્રેવિસ હેટ ચમક્યા તેમણે 154 રનોની અણનમ ઈનિંગ રમી. હેડે પોતાની આ ઈનિંગ વખતે 20 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા.
At the peak of his powers 👊
— ICC (@ICC) September 20, 2024
Travis Head was again at his world-class best 👇#ENGvAUShttps://t.co/hn3DNq25s6
જુઓ મેચના રેકોર્ડ્સ
ઓસ્ટ્રેલિયાનો આ વનડે ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલા 1998માં પાકિસ્તાનના સામે લાહોરમાં ટીમે આવા ટાર્ગેટને ચેઝ કર્યો હતો.
Another fine 💯 for Travis Head 👏 #ENGvAUS 📝: https://t.co/ny5sRNmbre pic.twitter.com/66vC6buINQ
— ICC (@ICC) September 19, 2024
વધુ વાંચો: નાની ઉંમરે જ કેમ બાળકો પીવા લાગે છે બીડી-સિગારેટ? ડોક્ટરે જણાવ્યું ચોંકાવનારું કારણ
ઓસ્ટ્રેલિયાની આ વનડે ક્રિકેટમાં સતત 13મી જીત છે. તેની સાથે જ તેમણે પાકિસ્તાન અને સાઉથ આફ્રીકાના 12-12 જીતના રેકોર્ડને પછાડ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.