બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / ઓડિશાના મુખ્યમંત્રી બન્યા મોહન માંઝી, PM મોદીની હાજરીમાં લીધા શપથ, CM પટેલ પણ હતા ઉપસ્થિત

મોટા સમાચાર / ઓડિશાના મુખ્યમંત્રી બન્યા મોહન માંઝી, PM મોદીની હાજરીમાં લીધા શપથ, CM પટેલ પણ હતા ઉપસ્થિત

Last Updated: 05:19 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુવનેશ્વરના જનતા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ઓડિશાના સીએમ મોહન ચરણ માઝી બન્યા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા આજે પીએમ નરેન્દ્ર મોદી પહોચ્યા હતા. ઘણા રાજ્યોના સીએમ પણ આ ભવ્ય સમારોહના સાક્ષી બની રહ્યા છે. ભુવનેશ્વરના જનતા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઓડિશાને 24 વર્ષ પછી નવા CM મળ્યા, મોહન ચરણ માઝીએ CM તરીકે શપથ લીધા. રાજ્યપાલ રઘુવર દાસે તેમને શપથ લેવડાવ્યા હતા. ઓડિસામાં બીજેપી સરકાર બનાવી રહી છે. સીએમની સાથે કનક વર્ધનસિંહ દેવી અને પ્રવતી પરિદા સહિત 16 મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે.

Odisha-CM2

મોહન ચરણ માઝીએ આજે ઓડિશામાં સીએમ તરીકે શપથ લીધા છે. તેમની સાથે કનક વર્ધન સિંહ દેવી અને પ્રવતિ પરિદા અને અન્ય મંત્રીઓ પણ લઇ રહ્યા છે. આ સમારોહમાં ભાગ લેવા માટે પીએમ નરેન્દ્ર મોદી ભુવનેશ્વર પહોંચી ગયા છે. ભુવનેશ્વરના જનતા મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી ઉપરાંત અમિત શાહ અને ઘણા રાજ્યોના સીએમ પણ પહોચ્યા છે. આ માટે ભુવનેશ્વરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

Odisha-CM.jpg1

મોહન માઝીના શપથ ગ્રહણ સમારોહમાં ઓડિશાના આઉટગોઇંગ સીએમ નવીન પટનાયકે પણ હાજરી આપી હતી. શપથ ગ્રહણ સમારોહમાં અમિત શાહ ઉપરાંત જેપી નડ્ડા, રાજનાથ સિંહ, યુપીના સીએમ, મધ્યપ્રદેશના સીએમ અને ગુજરાતના સીએમ પણ પહોંચ્યા હતા.

ઓડિશાના ચૂંટાયેલા સીએમ મોહન માઝી ચાર વખત ધારાસભ્ય છે અને આ વખતે પણ તેઓ કેઓંઝર વિધાનસભા બેઠક પરથી લગભગ 11500 મતોથી જીત્યા છે. પીએમ નરેન્દ્ર મોદી ઓડિશામાં મોહન ચરણ માઝીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભુવનેશ્વર પહોંચી ગયા છે. અહીં એરપોર્ટ પર રઘુબર દાસ અને ચૂંટાયેલા સીએમ મોહન ચરણ માઝીએ તેમનું સ્વાગત કર્યું હતું.

કોણ છે મોહન માંઝી

સીએમ બનેલા મોહન માંઝી આદિવાસી સમુદાયમાંથી આવે છે. આરએસએસ સાથે મજબુત સંબંધ છે. સાધારણ પુષ્ઠભુમિથી આવી રહ્યા છે. મજબુત નેતામાં તેમની ગણતરી થાય છે. ધારાસભ્ય બન્યા એ પહેલા સરપંચ હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Odisha Assembly Odisha Mohan Majhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ