બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છમાં કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં અશ્લિલ ફોટો-વીડિયોની લિંક પોસ્ટ થતા ખળભળાટ
Last Updated: 04:42 PM, 4 July 2025
કચ્છના એક રાજકીય પક્ષના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટો અને વિડીયો શેર થવાની ઘટના સામે આવી છે. ગ્રુપમાં અચાનક અજાણી એપ ડાઉનલોડ કરવાની જાહેરાત સાથે અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવામાં આવી હતી. મહિલા સભ્યો પણ ધરાવતા આ ગ્રુપમાં આ ઘટનાથી સભ્યોમાં રોષ ફેલાયો હતો.
ADVERTISEMENT
આ ગ્રુપ જેમના નામ પર બનાવવામાં આવેલું છે તે નીતીશભાઇ લાલન વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં કચ્છ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. વીટીવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ હરકત કોઇ વિઘ્ન સંતોષી દ્વારા કરવામાં આવેલી છે .. તમામ ફોટા ગ્રુપમાંથી હટાવી દેવાયા છે અને આ મામલે પોલીસ ફરીયાદ પણ કરવામાં આવી છે.
વર્તમાન સમયમાં વોટ્સએપનો ઉપયોગ સરકારી, ખાનગી, મીડિયા અને વાણિજ્ય સંસ્થાઓ માહિતીની આપ-લે માટે કરે છે. આવા સંજોગોમાં ગ્રુપની સુરક્ષા માટે જાણકાર વ્યક્તિની સલાહ મુજબ ગ્રુપ બનાવવું અને સંચાલિત કરવું આવશ્યક છે.
ADVERTISEMENT
આ પહેલી આવી ઘટના નથી અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે જેમાં રાજકીય પક્ષના કે પછી તેના જેવાજ અન્ય કોઇ ગ્રુપમાં આ પ્રકારની અશ્લીલ સામગ્રી પોસ્ટ કરવામાં આવી હોય. નિષ્ણાંતોનું કહેવું છે કે આવું ન થાય તે માટે કોઇપણ નવો નંબર ગ્રુપમાં એડ કરતા પહેલા તેના વિશે પૂરતી ચકાસણી કરવી આવશ્યક છે..
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સાબરકાંઠામાં ઘેટા-બકરાની જેમ વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા, હપ્તા આપોને રાજ કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.