બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GPSCની પ્રાથમિક કસોટીને લઈને મોટા સમાચાર, હવેથી પરીક્ષાના જવાબના વાંધા આ રીતે લેવાશે
Last Updated: 02:59 PM, 16 January 2025
જીપીએસસી દ્વારા લેવાતી પ્રાથમિક કસોટી ને લઈ મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં આન્સર કી રજૂ કર્યા બાદ જવાબોના રજૂ થતા વાંધાઓને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેદવારો દ્વારા રજૂ થતા વાંધાઓ ઓનલાઇન લેવામાં આવશે.
ADVERTISEMENT
ઓનલાઇન લેવામાં આવશે
ભૂતકાળમાં ઉમેદવારો પાસે ઓફલાઈન વાંધાઓ મોટા પ્રમાણમાં રજૂ કરવામાં આવતા હતા. અને અગાઉ ઉમેદવારો વાંધાઓ ફિઝિકલી રજૂ કરતા હતા, જેમાં જોડતા ડોક્યુમેન્ટ મોટા પ્રમાણમાં એકત્ર થતા હતા. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલના જણાવ્યા મુજબ નવી વ્યવસ્થા રાજ્યવેરા નિરીક્ષકની પરિક્ષાના આન્સર કી થી શરૂ કરવામાં આવશે. જેમાં આવતીકાલથી રાજ્યવેરા નિરીક્ષકની ભરતી પરિક્ષાના જવાબના વાંધાઓ ઓનલાઇન લેવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમદાવાદમાં 108 ઈમરજન્સી કોલમાં વધારો, વાસી ઉત્તરાયણના દિવસે નોંધાયા 3345 કોલ
વાંધા ફી લેવાશે
જોકે પ્રત્યેક વાંધા પર રૂપિયા સો ફી લેવામાં આવશે. અને ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે નહીં. ત્યારે મધ્યપ્રદેશ, હરિયાણા સહિતના રાજ્યોમાં ફી લેવાય છે જેનો ભૂતકાળમાં કેટલાક ઉમેદવારો દૂરઉપયોગ કરતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.