બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / સાંસદોના શપથ, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ..ચૂંટણી બાદ સંસદની પરંપરાઓ વિશે જાણો

પાર્લામેન્ટ સત્ર / સાંસદોના શપથ, પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ..ચૂંટણી બાદ સંસદની પરંપરાઓ વિશે જાણો

Last Updated: 09:52 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરશે.

લોકસભા ચૂંટણી પહેલા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાયેલા સત્રમાં સીતારામન વચગાળાનું બજેટ લાવ્યા હતા. જેમાં 31 જુલાઈ સુધીના સરકારી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. નવા સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરશે. પરંપરા મુજબ નવી લોકસભાના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.

18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી નવા ચૂંટાયેલા સાંસદોના ફરજિયાત શપથ માટે શરૂ થશે. આ દરમિયાન પ્રથમ ત્રણ દિવસ સાંસદોની શપથ ગ્રહણ પ્રોટેમ સ્પીકર દ્વારા કરવામાં આવશે. આ ક્રમમાં લોકસભાના અધ્યક્ષની ચૂંટણી 26મી જૂને યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને નવી રચાયેલી લોકસભા સાથે રાજ્યસભાના સભ્યોની સંયુક્ત બેઠકને સંબોધશે.

સંસદની ત્રણ પરંપરાઓ

એનડીએ સરકારના નવા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બુધવારે જણાવ્યું હતું કે 24 જૂનથી શરૂ થનારા 18મી લોકસભાનું પ્રથમ સત્ર 3 જુલાઈએ સમાપ્ત થશે. આ સત્રમાં સાંસદોના શપથ, સ્પીકરની ચૂંટણી અને રાષ્ટ્રપતિના સંબોધન સિવાય અન્ય કોઈ ચોક્કસ કાર્યસૂચિ હશે નહીં.

parliamentary-party-meeting.jpg

નવી રચાયેલી મંત્રી પરિષદનો પરિચય

27 જૂને રાષ્ટ્રપતિના સંબોધન પછી, વડાપ્રધાન મોદી સંસદમાં તેમની નવી રચાયેલી મંત્રી પરિષદનો પરિચય કરાવશે. બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પરની ચર્ચામાં નવી લોકસભામાં સરકાર અને વિપક્ષ પહેલીવાર આમને-સામને આવશે અને પોતાની રણનીતિ હિસાબથી પોત પોતાની રાજકિય વ્યૂહરચનાથી પહેલું તીર બહાર કાઢશે.

સંસદનું બજેટ સત્ર 2024

સંસદના આ ટૂંકા સત્રને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે કે 2024-25ના સામાન્ય બજેટ માટે અલગ સત્ર બોલાવવામાં આવશે. બજેટ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં બોલાવવામાં આવે તેવી શક્યતા છે જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ એનડીએ સરકારની નવી ઇનિંગનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે.

વધુ વાંચોઃ કૂવૈત આગ પર PM મોદીનું તાબડતોબ એક્શન, પીડિતોને મદદ કરવા વિદેશમંત્રીને ત્યાં મોકલ્યાં

પ્રોટેમ સ્પીકરની નિમણૂક

લોકસભાની ચૂંટણી પહેલા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાયેલા સત્રમાં નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ લાવ્યા હતા. જેમાં 31 જુલાઈ સુધીના સરકારી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. નવા સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ લોકસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Politics Parliament Session 2024 National
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ