Nusrat Jahan marries Kolkata businessman Nikhil Jain, shares first photo on social media
PHOTOS /
આ સાંસદે તુર્કીમાં કર્યા ભવ્ય લગ્ન, શપથ લેવાની રહી બાકી
Team VTV11:10 AM, 20 Jun 19
| Updated: 12:54 PM, 20 Jun 19
બંગાળી એક્ટ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાંના લગ્નનો પહેલો ફોટો સામે આવ્યો. ફોટોમાં દુલ્હન બનેલી નુસરત ખૂબ જ સુંદર લાગી રહી છે. કપલના લગ્ન તુર્કીની રાજધાની ઇસ્તાંબુલમાં થયા. ઉલ્લેખનીય છે કે પોતાના લગ્નને કારણે નુસરત જહાં સંસદમાં સાસંદ તરીકેની શપથ લઈ શક્યા ન હતાં.
એક્ટ્રેસથી સાંસદ બનેલી નુસરત જહાંએ કલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કરી લીધા છે. કપલે સોશિયલ મીડિયા પર દુલ્હા-દુલ્હનના લુકમાં પહેલો ફોટો શેર કર્યો છે. ફોટો શેર કરતાં નુસરતે લખ્યું- Towards a happily ever after with @nikhiljain09 ❤️
રેડ કલરના લેંઘામાં નુસરત ખૂબ જ સુંદર લાગી રહી છે, તો નિખિલ જૈન ઑફ વ્હાઇટ કલરની શેરવાનીમાં ખૂબ જ હેન્ડમ લાગી રહ્યો છે. દુલ્હનના કપડાંમાં નુસરતનો આ પહેલો ફોટો છે, જેને ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.
હલ્દી સેરેમનીના આ ફોટામાં નુસરત જહાં ખૂબ ભાવુક નજરે આવી રહી છે. આ ફોટો નુસરતે ફાધર્સ ડે ના દિવસે શેર કર્યો હતો. ફોટામાં નુસરત પિતાને ગળે લગાવીને રોતી જોવા મળી રહી છે.
નુસરત જહાંના લગ્ન નજીકના મિત્રો અને સંબંધીઓની હાજરીમાં તર્કીના બોડરમમાં થયા છે. નુસરતના પતિ નિખિલે ઇન્સ્ટા પર પોતાના ઘણા ફોટો શેર કર્યા છે.
નુસરત 15 જૂને બોડરમ માટે રવાના થઇ ગઇ હતી. નુસરતની સાથે એની મિત્ર મિમી ચક્રવર્તી પણ હાજર હોવાની ચર્ચા છે. મિમી પશ્વિમ બંગાળના જાધવપુરથી સાસંદ છે. જ્યારે નુસરત બશીરહાટની ટીએમસીની સાંસદ છે.
નુસરત જહાં 29 વર્ષની છે. એની ગણતરી સૌથી સુંદર યુવા સાંસદોમાં કરવામાં આવી છે. નુસરત જહાં બંગાળી સિનેમાનું મોટું નામ છે.
નુસરત જહાં પોતાની ફિટનેસ માટે પણ જાણતી છે. 2011માં આવેલી ફિલ્મ શોત્રુથી ડેબ્યુ કર્યું હતું.