નુસરત જહાંના બાળકના પિતાને લઈને સતત ઉભા થઈ રહ્યા છે સવાલ, હવે બાળકના પિતાનું નામ આવ્યું સામે
કોણ છે નુસરત જહાંના બાળકના પિતા?
સામે આવી બર્થ રજીસ્ટ્રેશનની ડિટેલ્સ
પિતાના નામમાં લખ્યું છે આ એક્ટરનું નામ
બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક્ટ્રેસ અને ટીએમસી સાંસદ નુસરત જહાં (Nusrat Jahan)ના ઘરે 26 ઓગસ્ટે પારણુ બંધાયું છે. તેણે એક સ્વસ્થ્ય બેબી બોયને જન્મ આપ્યો હતો. હાલ એક્ટ્રેસ અને બાળક બન્ને સ્વસ્થ્ય છે. નુસરત જહાંએ (Nusrat Jahan) હવે જનતાની વચ્ચે પણ પહોંચવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ નુસરત જહાં જ્યારે પણ ઘરની બહાર નિકળે છે જનતા તેમને સવાલ જરૂરથી કરે છે. નુસરતના બાળકના પિતાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એવામાં હવે નુસરત જહાંના બાળકના પિતાનું નામ સામે આવી ગયું છે.
સામે આવી બર્થ રજીસ્ટ્રેશન ડિટેલ
સામે આવેલી જાણકારી અનુસાર બાળકનું નામ ઈશાન (Yishaan) જે દાસગુપ્તા લખેલું છે. ત્યાં જ પિતાનું નામ દેબાશીશ દાસગુપ્તા લખેલું છે. જણાવી દઈએ કે એક્ટર યશ દાસગુપ્તાનું ઓફિશયલ નામ દેબાશીશ દાસગુપ્તા છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે યશદાસ ગુપ્તા જ નુસરત જહાના બાળકના પિતા છે. લાંબા સમયથી અટકળો લગવવામાં આવી રહી હતી કે નિખિલ જૈન (Nikhil Jain) નહીં પરંતુ એક્ટર યશ દાસગુપ્તા જ બાળકના પિતા છે જે હવે બધાની સામે આવી ગયું છે.
તમને જણાવી દઈએ કે યશ દાસગુપ્તાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે બાળકને ખોળામાં લઈને સ્પોર્ટ થયા હતા. ત્યારે નુસરત પણ તેમના સાથે હતી. જણાવી દઈએ કે નુસરત જહાં (Nusrat Jahan)ની ડિલીવરી બાદ યશ દાસગુપ્તાએ લોકોને બેબીના જન્મની જાણકારી આપી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે નુસરત અને બેબી સ્વસ્થય છે.