બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / nurse was injured when a glass broke at Gotri Hospital in Vadodara
Shyam
Last Updated: 09:46 PM, 19 May 2021
ADVERTISEMENT
વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં કાચ તૂટવાના વીડિયો સામે આવ્યા છે. હોસ્પિટલના ટોપ ફ્લોર પર ભારે પવનથી કાચ તૂટ્યા છે. કાચ તૂટતાં એક નર્સ ઇજાગ્રસ્ત થઇ છે. હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓ પર પણ કાચ પડ્યા હતાં. બેડ પર કાચ પડતા નર્સિંગ સ્ટાફે દર્દીઓને ખસેડ્યા હતાં. આ વીડિયો હોસ્પિટલ સ્ટાફે જ બનાવ્યા હતાં. ભારે પવનના કારણે ગોત્રી હોસ્પટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસરથી શહેરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ હતો. વરસાદને પગલે M.S.યુનિવર્સિટીના ગેટ પાસે પાણી ભરાયાં હતા. તૌકતે વાવાઝોડાની સ્થિતિ મામલે વડોદરાના ક્લેક્ટર શાલિની અગ્રવાલ સાથે VTVએ વાતચીત કરી હતી. જેમાં વડોદરા કલેક્ટરે જણાવ્યું કે વાવાઝોડાની સ્થિતિને જોતા દરેક તાલુકામાં અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખી રહ્યા છીએ. કોરોનાની માહામારી વચ્ચે આવેલા વાવાઝોડામાં સૌથી મોટો પડકાર હોસ્પિટલમાં અવ્યવસ્થા ન ઉભી થાય તે માટેનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.