બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:00 PM, 12 November 2024
સદાય અવનવી રીતે લોકોને ઠગવા તૈયાર રહેતા ઠગબાજોએ આ વખતે અમદાવાદની નર્સનો વારો પાડી દીધો અને ગિફ્ટમાં ભોળવીને તેના 1.31 લાખ ખંખેરી લીધાં. આ આંખ ઉઘાડતો કિસ્સો શાહીબાગમાં બન્યો છે. શાહીબાગની 24 વર્ષની એક નર્સને હવે ખબર પડી કે ઓનલાઈન પ્રોમિસની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. નર્સે લક્ઝરી ગિફ્ટની લાલચે લાખ રુપિયા ગુમાવી દીધાં હતા. એક ખાનગી હોસ્પિટલમાં કામ કરતી મહિલાએ 1 ઑક્ટોબરે ઈન્સ્ટાગ્રામ પર યુકેમાં સ્થાયી થવાની એક એડ વાંચી હતી, તેની પર ક્લિક કરતાં તેને વોટ્સએપ પર એક એજન્ટ સાથે લઈ જવામાં આવી જ્યાં તેને કેટલાક ડોક્યુમેન્ટ જમા કરાવાનું કહેવાયું પરંતુ મહિલાએ થોડી મક્કતા દાખવી અને કહ્યું કે તે કોઈ નિર્ણય લેતાં પહેલા ઘરના સાથે ચર્ચા કરશે આ સાંભળીને ઠગબાજો ફાળ પડી કે શિકાર ગયો પરંતુ ઠગબાજોએ આ વખતે ગિફ્ટનું હથિયાર ઉગામ્યું અને ફોન કરીને કહ્યું કે તમારુ દિલ્હીથી એક પાર્સલ આવ્યું છે અને તેમાં મોંઘી ભેટ છે.
ADVERTISEMENT
મોંઘી લાલચનો ફોન કરીને ફસાવી
7 ઓક્ટોબરે અન્ય એક વ્યક્તિએ, દિલ્હી એરપોર્ટના અધિકારીને નામે ફોન કરીને કહ્યું કે તમારે માટે 6,000 પાઉન્ડ રોકડ સાથે ફોન, ઘડિયાળ, હીરાની વીંટી અને એરપોડ્સ સાથેનું મોંઘું ગિફ્ટ પેકેજ આવી ગયું છે. તેણે વસ્તુઓ છોડવા માટે કસ્ટમ ટેક્સ તરીકે રૂ. 22,000ની માંગણી કરી, જો તેણીએ ભેટ સ્વીકારવાનો ઇનકાર કર્યો તો તેની ધરપકડ કરવાની ધમકી આપી. ડરના કારણે નર્સે જણાવેલી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. આનાથી ઠગબાજોને ચાનક ચઢી અને તેમણે વધુ પૈસા પડાવવાનો પ્લાન બનાવ્યો અને ફરી ફોન કરીને કહ્યું કે આનાથી સાયબર સ્કેમર્સને તેણીને વધુ છેતરવાની તક મળી. તેણીએ પોલીસને જણાવ્યું હતું કે તેણીને ભેટ મોકલનાર વ્યક્તિએ તેણીને કહ્યું હતું કે વ્યક્તિગત રીતે દિલ્હી એરપોર્ટ ગયો હતો અને તેને રૂબરૂમાં પહોંચાડશે તેને એવું પણ કહેવામાં આવ્યું કે દિલ્હીથી ઘર અને ઘરથી દિલ્હી સુધીનું તેનું ભાડુ પણ ચુકવાશે. આ સાંભળીને તે વાતોમાં આવી ગઈ અને દિલ્હી પહોંચી ગઈ પરંતુ તેની નવાઈ વચ્ચે કોઈ ગિફ્ટ ન આવી અને ત્યારે તેને ઠગાઈનો અહેસાસ થયો.
ADVERTISEMENT
શાહીબાગ પોલીસમાં ફરિયાદ
ઠગાઈનો અહેસાસ થતાં 24 વર્ષીય યુવતીએ સોમવારે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છેતરપિંડી, વિશ્વાસભંગ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસે તપાસ શરુ કરી છે.
ઠગબાજોથી ચેતો અનેક વાર કહેવાયું કોણ ચેતે?
લોકોએ ઠગબાજોએ ચેતવાની જરુર છે એવું અનેક વાર કહેવાયું છે છતાં તેઓ છેતરાતાં હોય છે. ગિફ્ટની લાલચમાં ન આવી હોત તો નર્સના 1.31 લાખ ન જાત. હજુ પણ સમય છે લોકોએ ઠગબાજોથી સાવધાન રહેવાની જરુર છે નહીંતર આવા કિસ્સા બનતાં જ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.