ફિઝિયોથેરપી દરમિયાન નર્સે લકવાગ્રસ્ત દર્દીને ડાન્સ કરાવવાનો એક વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા નર્સ અને દર્દીનો વીડિયો વાયરલ
નર્સે લકવાગ્રસ્ત દર્દીને કરાવ્યો ડાન્સ
લોકોને ખૂબ પસંદ આવ્યો આ ઈમોશનલ વીડિયો
સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે જેને આપણને ખૂબ સ્પર્શી જતા હોય છે અને ક્યારેય તો ભાવુક થઈને રડી પડાય છે. આવો જો એક ઈમોશનલ વીડિયો વાયરલ થયો છે જેમાં એક નર્સ લકવાગ્રસ્ત દર્દીને ફિઝિયોથેરપી આપવા જે માર્ગ અપનાવ્યો તે લોકોને સ્પર્શી ગયો છે. નર્સે લકવાગ્રસ્ત દર્દીને ફિઝોયોથેરપી આપી પણ કોઈ ગંભીર રીતે નહીં પરંતુ હળવા અંદાજમાં જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. કોઈને આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. દર્દીના ચહેરા પર તો મુસ્કાન આવી જ જાય છે પરંતુ લોકો પણ ખુશ થવા વગર રહેતા નથી.
नर्स ने बड़ी चतुराई से डांस करते हुए लकवाग्रस्त मरीज़ में उमंग और उत्साह भरकर फिजियोथेरेपी एक्सरसाइज करवा दी.
मरीज़ जब ठीक हो जाते हैं, तो सभी डॉक्टर्स को धन्यवाद देते हैं. लेकिन नर्सेस और अन्य मेडिकल स्टाफ अपने प्रेम से जो इलाज करते हैं, उसके लिए 'धन्यवाद' बेहद छोटा शब्द है... pic.twitter.com/dLvXZVgfgh
એક નર્સ બેડ પર સુતેલા લકવાગ્રસ્ત દર્દીને કસરત કરાવી રહેલી દેખાય છે. નર્સે સૌથી પહેલા પોતાની રીતે ડાન્સ કર્યો અને દર્દીને પણ તેની જેવો ડાન્સ કરવાનું કહ્યું. પહેલા તો દર્દીથી ન થઈ શક્યું પરંતુ નર્સેની આતુરતા અને તેનો ડાન્સ જોઈને દર્દીમાં પણ શૂર જાગ્યું અને તે પણ નર્સ જેવો ડાન્સ કરવા લાગ્યો, આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થયો છે અને લોકોને ખૂબ પસંદ આવ્યો છએ.
નર્સે ચતુરાઈથી દર્દીને કરાવી ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ
IPS ઓફિસર દીપાંશુ કાબરાએ આ વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. તે લખે છે કે, 'નર્સ, હોશિયારીથી ડાન્સ કરતી વખતે, લકવાગ્રસ્ત દર્દીને ઉત્સાહ અને ઉત્સાહથી ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરાવતી હતી. જ્યારે દર્દીઓ સાજા થાય છે, ત્યારે તેઓ તમામ ડોકટરોનો આભાર માને છે. પરંતુ 'આભાર' એ નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફ દ્વારા આપવામાં આવતી પ્રેમાળ સારવાર માટે ખૂબ જ નાનો શબ્દ છે.'
ઈન્ટરનેટ યૂઝર્સે નર્સની ખૂબ પ્રશંસા કરી
ઈન્ટરનેટ યૂઝર્સે નર્સની ખૂબ પ્રશંસા કરી અને લોકોને વિનંતી કરી કે તેઓ ડોકટરોની સાથે તેમના કામની પ્રશંસા કરે. એક યુઝરે લખ્યું, 'દર્દી સાથે નર્સનો આ પ્રકારનો સહકાર દર્દીમાં નવી ચેતના અને ઉત્સાહ ભરે છે, જે દર્દીને સાજા થવામાં માનસિક રીતે મજબૂત બનાવે છે. ખરેખર આ માનવતાનો સાચો સેવક છે. અન્ય યુઝરે તેની વિચારસરણીને સલામ કરી છે.