અંકશાસ્ત્ર દ્વારા વ્યક્તિની જન્મ તિથિના આધારે તેની અંદર રહેલી વિશેષતાઓ અંગે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.
જાણો, વ્યક્તિની જન્મ તિથિના આધારે તેનામાં રહેલી વિશેષતાઓ
શું તમારો જન્મ 5, 14 અને 23 તારીખે થયો છે?
તમારામાં રહેલા અવગુણોને દૂર કરીને મુશ્કેલીથી બચો
5, 14 અથવા 23 તારીખે જન્મેલા લોકોમાં હોય છે આ ખામીઓ
અંક જ્યોતિષ મુજબ જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાના 5, 14 અથવા 23 તારીખે થયો છે, તેનો મૂળાંક 5 હોય છે. અંક 5 બુધ ગ્રહથી પ્રભાવિત હોય છે. બુધ ગ્રહને બુદ્ધી અને જ્ઞાનનો કારક ગ્રહ માનવામાં આવે છે. મૂળાંક 5માં અમુક એવા અવગુણ અને ખામીઓ હોય છે, જે તેના માટે હાનિકારક હોઇ શકે છે. એવામાં આ ખામીઓને જાણીને તેને દૂર કરીને તેનાથી થતી મુશ્કેલીઓથી બચી શકાય છે. આવો જાણીએ 5, 14 અથવા 23 તારીખે જન્મેલા લોકોમાં શુ-શુ ખામીઓ હોય છે.
અભિમાન અને દેખાડો
5 મૂળાંક વાળા લોકોમાં અભિમાન અને દેખાડો કરવાની ઘણી કમી હોય છે. આ જાતકો પોતાના દેખાડા માટે ખૂબ ખર્ચ કરે છે. જેનાથી તેની આર્થિક સ્થિતિ ખૂબ નબળી પડે છે. એવામાં આવા જાતકોએ પોતાનો અભિમાન અને દેખાડાને અવશ્ય છોડી દેવો જોઈએ.
આળસુ અને ઉદાસ રહેનારા
મૂળાંક 5 વાળા લોકો ખૂબ આરામદાયક, ઉદાસ અને આળસુ સ્વભાવના હોય છે. આ અવગુણોને કારણે આવા લોકો વારંવાર તેના કામમાં નિષ્ફળ જાય છે. જો તેમણે આગળ વધવુ છે તો તાત્કાલિક તેને આરામ, આળસ અને ઉદાસીનતાનો પરિત્યાગ કરવો જોઈએ.
વધુ સ્વાર્થી થવુ
5, 14 અથવા 23 તારીખે જન્મેલા લોકો ખૂબ મતલબી હોય છે. તેઓ સ્વાર્થ વગર કોઈની સાથે સંબંધ રાખતા નથી. તેમનો આ તકવાદ તેમને પોતાનાથી જ નહીં, પરંતુ અન્ય લોકોથી પણ દૂર કરે છે.