નવા વર્ષની શરૂઆત ખુબ સરસ રીતે થઇ છે. વિક્રમ સંવત મુજબ 2073નું વર્ષ પુર્ણ થયુ અને 2074નાવર્ષની શરૂઆત છે. શરૂ થયેલ નવુ વર્ષ કઇને શું ફાયદો કરાવશે તે વાત બધાએ વાંચી હશે પરંતુ પોતાના નામના પ્રથમ અક્ષર મુજબ વર્ષ કેવુ રહેશે તે જાણવું જરૂરી છે.
A- શરૂ થતા જાતકો માંટે પોતાની કારકિર્દીમાં વર્ચસ્વ વધારનારું વર્ષ રહેશે. જાન્યુઆરી અને ઓક્ટોબરમાં આ રાશિના જાતકોને વધુ સફળતા મળશે.
B- શનિમહારાજની થોડીક અવકૃપાનો અનુભવ થશે પરંતુ બુદ્ધિ કૌશલ્યથી સંકલ્પિત કાર્યો પૂર્ણ કરનારું ફેબ્રુઆરી અને નવેમ્બર માસમાં ઉત્તમફળ આપશે.
C- આ અક્ષરથી શરૂ થતાં નામ ધરાવતા જાતકો માટે આયોજન અને ચતુરાઈ દ્વારા લાભ આપનારું અને આકસ્મિક ધન લાભ કરાવનાર રહેશે. માર્ચ અને ડિસેમ્બરના આયોજનોમાં ધનસુખ વધારે અને પ્રવૃત્તિઓમાં વધારો કરે. ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાના આરોગ્યનું ખાસ ધ્યાન રાખે.
D-વાહન ચલાવતી વખતે સંભાળવુ વાદવિવાદ ટાળવો રાજકીય લાભો મળી શકે છે. કાનૂની બાબતોમાં દોષારોપણનો લાભ સામે પક્ષે જાય. એપ્રિલમાં ૪ ૧૩ ૨૨ ૩૧ તારીખમાં ખાસ સાવચેતી રાખવાનું સુચવે છે.
E- આ અક્ષરથી શરૂ થતા જાતકોની વિશેષરૂપે કસોટીમાં તપીને બહાર લાવનારું છે. કુદરતની મદદ મળશે. આગમી મે માસમાં પ્રવાસ યોગ.
F- આ અક્ષરોથી શરૃઆત સિગ્નેચરમાં કરનારા પ્રેમપાશમાં જકડાય. પત્ની-પ્રેમી અને લગ્નવાંચ્છુક બાબતોમાં નક્કી લાભ આપનાર. નદી દરિયા તળાવ સરોવર કિનારે વસનારાં તરવાથી દૂર રહે. જૂન માસ લાભકારી. ૬ ૧૫ ૨૪ તારીખો ખાસ છે.
G- લાગણીશીલ બનશો પરંતુ સ્વભાવની સાલસતાને કારણે ખૂબ તનાવ થાય. પરંતુ પ્રભુભજન ધન-શરીર અને મનની બાબતોમાં આપને ધાર્યાં કરતાં વધુ સાચવે. જુલાઈ માસમાં ૭ ૧૬ ૨૫ ધનવૃષ્ટિ થવાની સંભાવના છે.
H- આ અક્ષરથી શરૂ થતા લોકો સ્વભાવે અનુશાસન પ્રિય- કજં અને તોફાની વ્યક્તિઓ ગ્રહણયોગથી સાચવે. ખર્ચ વિશેષ રહેશે. પરંતુ આવકવૃદ્ધિ પણ અઢળક રહેશે. ધારદાર વાણી કે ધારદાર ચીજોથી ધ્યાન રાખવાનું સુચવે છે..
T-શરીર તાપમાન અને પ્રતિક્રિયાની જલદતાથી ત્રસ્ત કરે પરંતુ વારસાગત કે ભૂમિગત લાભો અવશ્ય મળે. કન્સ્ટ્રશન કે જમીન લે-વેચનો વ્યાપાર કરનારને અણધારો લાભ. બ્લડપ્રેશરવાળા સાચવે. સપ્ટેમ્બર માસમાં વિશેષ લાભ મળે. દર મંગળવારે ગણપતિદર્શન અને ચંદ્રદર્શનથી લાભ થશે.
J- સાંધાઓમાં દુખાવાવાળા તથા પીઠદર્દથી પીડાતાં સાચવે ખર્ચ પણ થશે. આવકનો એક વધારાનો માર્ગ ખૂલે. પોતાની પ્રિય વ્યક્તિ સાથે આ જ કારણોસર મનમેળ સુધરે એ મોટામાં મોટો લાભ આ વર્ષે થશે.
K- આ રાશિના જાતકો પદેશગમનની ઇચ્છા પુર્ણ થાય વધુ અભ્યાસઅર્થે પરદેશ જવાનાં યોગ છે. વીઝાની પ્રતિક્ષા કરનારા માટે શુભ રહેશે. માથાના ભાગને અને કાનની તકલીફથી સાચવવુ. ફેબ્રુઆરી-નવેમ્બર અને સોમવાર ફળદાયી બને વિચારવાયુથી બચો.
L- ખભામાં અસહ્ય દુખાવો-પીઠ બોચીમાં દુખાવો કરોડરજ્જુની બીમારીથી સહન કરનારાં હેરાન થાય. ચરબીયુક્ત અને તીખાં-તળેલાં વ્યંજનો ન ખાશો બુદ્ધિપૂર્વક કુનેહપૂર્વક પૈસા કમાઈ લેશો.માર્ચ અને ડિસેમ્બરમાં ગુરુવારના દિવસો આપને પ્રસન્ન રાખશે.
M-મીડિયા અને મનોરંજનના ક્ષેત્રવાળા-પત્રકારો-ફેશન ક્ષેત્રવાળા વિશેષ લાભ મેળવે રાજકારણમાં પણ અચાનક ફાયદો મળે. વિરોધનો અનુભવ થાય પરંતુ વર્ચસ્વ વધે.
N- વ્યાપારી સમીકરણો- જૂની ઉઘરાણી-કોર્ટ-કાનૂન અને વાણી પ્રભુત્વ ધરાવનારા ક્ષેત્રો વિજયી બનાવે. મે માસમાં પદ ગૌરવ મળે અને ૫ ૧૪ ૨૩ તારીખો સફળ બનાવે.
O-તમારું તમામ અધૂરું સ્વપ્નફળ આ વર્ષમાં સાકાર થશે. લગ્ન પ્રેમ નોકરી વ્યાપાર મકાન પ્રવાસ પરદેશગમન બધું આપની ઈચ્છા પ્રમાણે થશે. સિગ્નેચરમાં ‘ર્ં’ ને કયાંયે પણ કાપશો નહીં જૂન માસમાં ઉપલબ્ધિ શ્રેષ્ઠ પ્રકારની તથા
P-ધર્મ અને પ્રવાસને લગતાં કામો થાય. વડીલવર્ગનો વિશેષ લાભ મળે. નાણાકીય આયોજનો- એકસ્પોર્ટથી લાભ. શેરબજારમાં નસીબ ખૂલે અને મોટો *ખજાનો* ભેગો કરીને. જુલાઈમાં અને ૭ ૧૬ ૨૫ તારીખો લાભદાયી. દૂરદૂરથી સારાં
સમાચારો મળે.
Q-જમીન-દલાલી અને કમિશનનાં કામો કરનારાં-ટુર્સ-ટ્રાવેલ્સ-વ્યાજવટાવ અને બેન્કિંગ ક્ષેત્રમાં કામ કરનારા માટે વિશેષ ફાયદો રહેશે. આવકવૃદ્ધિ અને ખર્ચ પણ રહેશે. દિલનું દર્દ ઉખંડ અને હૃદયાઘાત શક્ય બને.શનિદેવના દર્શન કરી ભોજન કરો.
R- સહન કરનારા હવે આનંદનો અનુભવ કરે આખું વર્ષ સુખ-કારે અને નસીબનો લાભ ઉઠાવશે ગુસ્સો કાબૂમાં કરો એ ઈચ્છનીય છે. સપ્ટેમ્બર અને ૯ ૧૮ ૨૭ તારીખોમાં વાહન લાભ અને નવી ખરીદી થાય. વાગવાં અને પડવાથી
સંભાળવું લાલ રંગથી લાભ. ઘી અને ગોળનો પ્રસાદ ગણપતિજીનો અવશ્ય કરીને આરોગો. લાભ કેવો મળે છે એ અનુભવ કરો.
S-ગવર્મેન્ટ અને એડમિનિસ્ટ્રેશન વિભાગોવાળા વિશેષ સારો અનુભવ કરે. ઘરમાં પ્રસંગની ઉજવણી થાય પેટ-માથામાં દુખાવો રહે. રવિવારે સફેદ વાનગી આરોગો. સૂર્યદેવની આરાધના કરો.
T- આપનું આ વર્ષ સ્ત્રી મિત્રોથી વિશેષ લાભ આપશે. મનનું ધાર્યું થાય. ફેબ્રુઆરી-નવેમ્બરમાં જીવનનો અનોખો અનુભવ થાય. ઈન્ટરવ્યૂમાં સફળતા ૨ ૧૧ ૨૦ ૨૯ તારીખોમાં પ્રવાસ પિકનિક અને એપોઈન્ટમેન્ટથી લાભ થાય.
U-માર્ચ અને ડિસેમ્બરમાં વિશેષરૃપે ફળદાયી બનાવનારું આ વર્ષ છે. ‘ે’ અને લખશો નહીં. પેટ-પેઢુમાં દર્દ આવશે અથવા સર્જિકલ ટ્રીટમેન્ટ પણ આવી શકે. એ સિવાય તમામ બાબતો શ્રેષ્ઠલાભ આપનારી થાય.
V-કમર-પીઠ અને છાતીમાં દર્દ વધારનાર-ખર્ચ વિશેષ કરાવનાર વર્ષ છે પરંતુ આવકની વૃદ્ધિનો એવો લાભ આપશે કે આપ યાદ કર્યા કરશો. આપની ખૂબસૂરતી તમામ રીતે નિખરશે. જમીનગીરીથી દૂર રહેવું. એપ્રિલ માસમાં ૪ ૧૩ ૨૨
૩૧ ફળદાયી બને.
W- ટ્રેડિંગ અને મેન્યુફેકચરિંગ કરનારાને લાભ. ઈમ્પોર્ટ અને એકસ્પોર્ટથી પ્રવૃત્તિઓ વધારો કરે. બુધવાર-શનિવારે સફળતા વધે. મે માસમાં શુભ ફળ મળે. ૫ ૧૪ ૨૩ તારીખોમાં ખર્ચ પર કાબૂ રાખો.
X-આ અક્ષરથી સિગ્નેચર શરૃ કરનારાઓ માટે લાભ રહેશે. આ અક્ષર લખવા (અન્ય કોઈ બીજી રીત નથી) આ વર્ષ ધાર્યું ફળ આપશે. દૂરના સ્થળથી એ જ રીતે પોતાની આત્મીય નજીકની વ્યક્તિઓથી. ધનલાભ અને કારકિર્દીના અગણિત
લાભો મળશે. પ્રેમ લગ્ન માટે વિચારનારા સફળ થાય.
Y-ને આ રીતે ન લખશો. પરદેશગમનની તૈયારી કરો. કારકિર્દીનો શ્રેષ્ઠ સમય. શરીર સંભાળવું. દોષારોપણ અને તકરારથી દૂર ૭ ૧૬ ૨૫ ફાયદાકારક. ઈષ્ટદેવ/દેવીનું ધ્યાન કરો. જુલાઈ માસ આપતું પૂરું ધ્યાન આપશે.
Z- સ્ટાર બનીને તકલીફ આવે. આપની સાચી પરીક્ષા થશે પણ આપ સફળતાથી પાર ઉતરશો. ઓગષ્ટ અને ૮ ૧૭ ૨૬ તારીખોમાં લાભ.