બેરોજગારી / કોરોનાએ આપ્યો ટ્રમ્પને મોટો ઝટકો, અમેરિકામાં ઈતિહાસ રચાવાનો હતો તે કદાચ અટકી જશે

number of unemployed citizens surge in USA amid corona virus business shutdown

બેરોજગારી ભથ્થાનો લાભ મેળવવા માંગતા અમેરિકન નાગરિકોની સંખ્યામાં અચાનક જ વિક્રમજનક વધારો નોંધાયો છે. નોંધનીય છે કે કોરોના વાયરસના પગલે કંપનીઓ મોટા પ્રમાણમાં કર્મચારીઓને છુટા કરી દીધા છે જેથી તોતિંગ ૩૩ લાખ લોકો બેરોજગાર બન્યા હોવાનાં આંકડા સામે આવી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા સાડા નવ વર્ષથી નોકરીઓમાં વૃદ્ધિ જોવા મળી રહી છે જે એક રેકોર્ડ છે. હવે માર્ચમાં રોજગાર ઘટશે તેવી આગાહી 'મૂડી'ના ચીફ ઈકોનોમિસ્ટે કરી છે. કોરોનાના પગલે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અમેરિકાનું સૌથી મજબૂત પાસું એટલે કે તેનું મજબૂત અર્થતંત્ર અને વિક્રમજનક નોકરી અને રોજગારીની તકો ગુમાવે તેવી ભીતિ સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ