કોરોના વાયરસ / સુરતમાં પ્લાઝ્મા ડોનેટ કરવા માટે અપીલ બાદ પ્લાઝ્મા ડોનેટ કરનારની સંખ્યા વધી

સુરતમાં પ્લાઝ્મા ડોનેટ લાઇન લાગી છે. સુરતમાં પ્લાઝ્મા ડોનેટ કરવા માટે અપીલ કરાઇ હતી. જે બાદ સુરતમાં વિવિધ જગ્યાએ લોકો પ્લાઝ્મા ડોનેટ કરવા પહોંચ્યા. ત્યારે લોકોની સંખ્યા વધતા અંતે લોકોને ના પાડવામાં આવી. સુરત શહેરમાં વિવિધ બ્લડ બેંકમાં પ્લાઝ્મા જમા થયો છે. સુરતમાં લોકસમર્પણ રક્તદાન કેન્દ્રમાં 173 ડોનેટરો, સ્મીમેરમાં 578 પ્લાઝ્મા ડોનેટરો, સુરત સિવિલ હોસ્પિટલમાં 228 પ્લાઝ્મા ડોનેટર પહોંચ્યા હતા. જ્યારે સુરત રક્તદાન કેન્દ્ર ખાતે 32 લોકોએ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે. અત્યાર સુધીમાં 2 હજારથી વધુ દર્દીઓને પ્લાઝ્મા થેરેપીથી સારવાર થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ