કોરોના સંકટ / અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કોરોનાના દર્દીના મામલે ઢાંકપિછોડો

number of patients admitted to private hospitals hindered by health dpt

શહેરમાં કોરોનાનો રોજેરોજ વિસ્ફોટ થઈ રહ્યો છે. બુધવારે અમદાવાદમાં નવા ૨૯૦ કેસ નોંધાઈને વધુ ૨૨ દર્દીનાં મોત થયાં હતાં. હવે શહેરમાં કોરોનાના કુલ ૧૩,૦૬૩ કેસ અને કુલ મૃત્યુઆંક ૯૦૮ નોંધાયો છે. તેમાં પણ અનલોક-૧ બાદ જે રીતે લોકડાઉન હળવું થયું છે તેને કારણે કોરોના સંકટ વધુ ભયાવહ બનતું જાય છે તેવું ચિત્ર ઊપસી રહ્યું છે. આવા સંજોગોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની 'દેખાડવું ઓછું અને ઢાંકવું વધારે' તેવી ઢાંકપિછોડાની નીતિથી લોકો તોબા પોકારી ઊઠ્યા છે. તેમાં પણ ખાનગી હોસ્પિટલ તરફ હેલ્થ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ કૂણી લાગણી બતાવી રહ્યા હોવાના આક્ષેપ ઊઠી રહ્યા છે. ખાનગી હોસ્પિટલમાં એડમિટ દર્દીને લગતી કોઈ જ માહિતી પ્રસિદ્ધ નહીં કરનાર હેલ્થ વિભાગની રીતરસમથી આવા આક્ષેપને બળ પણ મળી રહ્યું છે. એ જે હોય તે, પણ આનાથી કોરોનાના સંકટ કાળમાં સામાન્ય નાગરિકો રાડ પાડી ઊઠ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ