બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદનો આ જાણીતો રોડ બન્યો મોતનો રસ્તો, 5 વર્ષમાં 100થી વધુ અકસ્માત, જતાં ચેતજો
Last Updated: 08:23 PM, 15 July 2024
અમદાવાદ રિવરફ્રન્ટ એટલે અમદાવાદીઓનું સૌથી ફેવરીટ પ્લેસ કારણ કે, અહીં નદીનાં કાંઠે વોક-વે છે.. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ છે.. ખાણીપીણી બજાર છે.. સાયકલ ટ્રેક છે.. અટલબ્રિજ છે.. ગાર્ડન છે.. આનાથી બીજું શહેરીજનોને શું જોઈએ.. અહીં સવારથી લઈને સાંજ સુધીમાં હજારો અમદાવાદીઓ ફરવા માટે આવે છે.. ટહેલવા માટે આવે છે.. પરંતુ રિવરફ્રન્ટ જેટલું ફરવા માટે પ્રખ્યાત છે.. તેટલું જ હવે અકસ્માતો માટે પણ નામચીન બનતું જઈ રહ્યું છે.
ADVERTISEMENT
નોકરીયાત લોકો આ રસ્તા પરથી આવવા-જવાનું વધું પસંદ કરે છે
રિવરફ્રન્ટ જેટલો સુંદર બન્યો છે.. તેટલો જ તેના કાંઠે રસ્તો પણ સારો બન્યો છે.. જેના કારણે શહેરના રસ્તા કરતા હવે નોકરીયાત લોકો આ રસ્તા પરથી આવવા-જવાનું વધું પસંદ કરી રહ્યા છે.. તેથી જ આ રોડ આખો દિવસ ધમધમતો રહે છે..
ADVERTISEMENT
5 વર્ષમાં 106 અકસ્માત
રોડ સારો હોવાથી અને શહેરના બાકી રસ્તાઓ કરતા ટ્રાફિક ઓછો હોવાથી અહીં ઘણાં લોકો બેફામ રીતે વાહન હંકારતા જોઇ શકાય છે.. જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે.. જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અતીક સૈયદની એક આર્ટીઆઈમાં સામે આવ્યું છે કે, છેલ્લા 5 વર્ષમાં રિવરફ્રન્ટ પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 106 અકસ્માત થયા.અને આ 106 અકસ્માતોમાં કુલ 36 મોત થયા, જ્યારે 70 લોકો ઇજાગ્રસ્ત થયા. મૃતકોની આ સંખ્યા નાની સુની ન કહેવાય.. કારણ કે, રિવરફ્રન્ટ પર મોટા સાધનો અને રિક્ષા ચાલકોને પરમિશન નથી.. માત્ર કાર અને ટુ વ્હિલરને જ છૂટ આપવામાં આવી છે.. તેમ છતાં અકસ્માત વધે તે નવાઈની વાત છે..
મોટા ભાગના સિગ્નલ બંધ
જોકે અહીં અકસ્માત થવા પાછળનું એક કારણ બંધ સિગ્નલ પણ હોવાનું સામે આવ્યું.. અમારી ટીમે જ્યારે તપાસ કરી તો રિવરફ્રન્ટ રોડ પરના મોટા ભાગના સિગ્નલ બંધ હાલતમાં હતાં.. ઓછા પ્રમાણમાં સ્પીડબ્રિકેર હોવાના કારણે વાહનો સ્પીડમાં ચાલતા હોવાનું જાણવા મળ્યુ.. રિવર ફ્રન્ટ પર કયા વર્ષમાં કેટલા અકસ્માત થયા તેના પર નજર કરીએ તો..
2019માં 7 અકસ્માત અને 2 મોત
2020માં 9 અકસ્માત અને 5 મોત
2021માં 18 અકસ્માત અને 6 મોત
2022માં 27 અકસ્માત અને 11 મોત
2023માં 38 અકસ્માત અને 10 મોત
2024માં 8 અકસ્માત અને 2 મોત
એટેલે કે, અકસ્માતની સંખ્યામાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે..બીજી તરફ આશ્રમ રોડ પર ટ્રાફિક અને અકસ્માતની સંખ્યા ઘટી પણ છે.. કારણ કે, મોટા ભાગનો ટ્રાફિક રિવરફ્રન્ટ પર ડાયવર્ટ થઈ ગયો છે..
આ તો રિવરફ્રન્ટની વાત થઈ.. બાકી ઓવરઓલ અકસ્માતની ઘટનાઓમાં અમદાવાદ શહેરનો રેકોર્ડ તોડવો અઘરો છે.. તથ્યકાંડ હોય કે બોપલ બૂટલેગર કાંડ હોય, આવી અનેક ઘટનાઓ બની છે.. જેમાં લોકોના જીવ ગયા છે.. અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષમાં થયેલા આંકડા પર એક નજર કરીએ તો..
2021માં 1140 અકસ્માતમાં 349 મોત
2022માં 1447 અકસ્માતમાં 467 મોત
2023માં 1312 અકસ્માતમાં 461 મોત થયા છે.
આ તો થયા કુલ અકસ્માતના કેસ અને તેમાંથી જે કેસ હજુ સુધી ઉકેલી શકાયા નથી તેના પર નજર કરીએ તો
2021માં 70 કેસ ઉકેલી શકાયા નથી
2022માં 75 કેસ ઉકેલી શકાયા નથી
2023માં 91 કેસ પોલીસ ઉકેલી શકી નથી
શહેરમાં અપુરતી ટ્રાફિક વ્યવસ્થા.. અને અપુરતા સીસીટીવીના કારણે અનેક કેસો આજદીન સુધી પોલીસ ઉકેલી શકી નથી.. આમ જો અમદાવાદમાં અકસ્માતોનું લિસ્ટ કાઢવામાં આવે તો ખુબ વધુ ચોંકાવનારા આંકડા પણ સામે આવી શકે છે.. વાત અહીં રિવરફ્રન્ટની છે.. જે સ્થળ હરવા-ફરવા માટે બન્યું છે.. પરંતુ હવે રિવરફ્રન્ટના રસ્તા પણ ગમે ત્યારે તમારી જિંદગી છીનવી શકે છે.. કારણ કે અહીં પણ રેસિંગ થાય છે.. અને નબીરાઓની સ્પીડ કંટ્રોલમાં રાખવા અપુરતાં સિગ્નલ અને સ્પીડબ્રેકર લાગેલા છે..
આ પણ વાંચોઃ શું ગુજરાતના મુખ્યમંત્રી ખરેખર બદલાશે ? મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચા પણ થઈ શરૂ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.