બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 10:39 AM, 16 May 2019
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના કડક નિયમોના કારણે બેંકો અને એટીએમ મશીનોને લઇને જરૂરી ફેરફાર કરવા પડ્યા છે. આ કારણથી એટીએમ અને બેંકોને મોટી રકમ ખર્ચ કરવી પડે છે. એવામાં સતત એટીએમ મશીનોની સંખ્યા ઘટતી જઇ રહી છે.
ADVERTISEMENT
મહત્વની વાત એ છે કે ATM મશીનોની સંખ્યા ઓછી થતી જઇ રહી છે. જો ATM મશીનોમાં ઘટાડો આવી જ રીતે થતો ગયો તો એની સમગ્ર અસર દેશ પર પડશે અને લોકોને કેશ નિકાળવાની પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
RBI તરફથી તાજેતરમાં જ જારી આંકડા પ્રમાણે, દેશમાં ATM થી ટ્રાન્ઝેક્શનમાં વધારો થવા છતાં છેલ્લા બે વર્ષમાં ATM મશીનોની સંખ્યામાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પ્રમાણે બ્રિક્સ દેશોમાં ભારત એવો દેશ છે જ્યાં પ્રતિ 1 લાખ લોકો પર થોડાક જ ATM છે.
કૉન્ફિડેરેશનલ ઑફ એટીએમ ઇન્ડસ્ટ્રીઝે ગત વર્ષે ચેતવણી આપી હતી કે વર્ષ 2019માં ભારતના અડધાથી વધારે એટીએમ બંધ થઇ.
સીએટીએમઆઇએ ત્યારે જણાવ્યું હતું કે દેશમાં આશરે 2 લાખ 38 હજાર એટીએમ છે, જેમાંથી આશરે 1 લાખ 13 હજાર એટીએમ માર્ચ 2019 સુધી બંધ થવાના હતા.
એટીએમ મશીનો બંધ થવાના કારણ માટે આરબીઆઇએ ડેપ્યુટી ગવર્નર આર.ગાંધીએ જણાવ્યું કે એટીએમ ઑપરેટર એ બેંકોથી ઇન્ટરચેન્જ ફી વસૂલ કરે છે, જેના કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફી નો વધારો ન થવાના કારણે એટીએમની સંખ્યામાં કમી આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.