બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:20 PM, 8 September 2024
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) એ સ્ટાઈપેન્ડી ટ્રેની ઓપરેટર અને સ્ટાઈપેન્ડી ટ્રેની મેન્ટેનર પદો પર ભરતી માટેનું નોટિફિકેશન જારી કર્યું છે. જો તમે પણ સરકારી નોકરી કરવા ઈચ્છો છો, તો તમે આ નોકરી માટે આવેદન અધિકૃત વેબસાઇટ npcilcareers.co.in પર જઈને કરી શકો છો. આવેદન પ્રક્રિયા 22 ઑગસ્ટ, 2024થી શરૂ થઇ ચૂકી છે.. આવેદન કરવાની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર, 2024 છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 279 પદો પર ભરતી કરવામાં આવશે. આવેદન કરવાની છેલ્લી તારીખ નજીક છે, તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આજે જ આ ભરતી માટે આવેદન કરી દે.
ADVERTISEMENT
કયા કયા પદો પર ભરતી બહાર પાડવામાં આવી છે:
સ્ટાઈપેન્ડી ટ્રેની ઓપરેટર (ST/TN) - 153 પદ
ADVERTISEMENT
સ્ટાઈપેન્ડી ટ્રેની મેન્ટેનર (ST/TN) - 126 પદ
શૈક્ષણિક લાયકાત:
સ્ટાઈપેન્ડી ટ્રેની ઓપરેટર
આ પદ માટે ઉમેદવાર પાસે (10+2) અથવા INC વિજ્ઞાન વિષયો સાથે (ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત)માં કુલ મળીને ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ. 10મા ધોરણ સુધી અંગ્રેજીનો એક વિષય તરીકે અભ્યાસ કરેલો હોવું જોઈએ.
સ્ટાઈપેન્ડી ટ્રેની મેન્ટેનર
આ પદ માટે ઉમેદવાર પાસે દસમા ધોરણમાં વિજ્ઞાન અને ગણિતમાં ઓછામાં ઓછા 50 ટકા ગુણ હોવા જોઈએ. ઉપરાંત, ઉમેદવાર પાસે બે વર્ષનું ITI સર્ટિફિકેટ હોવું જોઈએ. ઉમેદવાર પાસે ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ. 10મા ધોરણ સુધી અંગ્રેજી એક વિષય તરીકે અભ્યાસ કરેલું હોવું જોઈએ.
ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં ઉમેદવારનું વજન ઓછામાં ઓછું 45.5 કિલોગ્રામ અને ઊંચાઈ ઓછામાં ઓછી 160 સેન્ટિમીટર હોવી જોઈએ. જો ઉમેદવાર તબીબી રીતે તંદુરસ્ત છે તો ફિઝિકલ સ્ટાન્ડર્ડમાં છૂટ આપવામાં આવશે. આવેદન કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારને ઉંમર મર્યાદામાં વધુમાં વધુ છૂટ આપવામાં આવશે.
SC, ST, PWBD અને એક્સ-સર્વિસમેનને અરજી ફી ભરવાની જરૂર નથી
આવેદન કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી જમા કરાવવી પડશે. SC, ST, PWBD અને એક્સ-સર્વિસમેનને અરજી ફી ભરવાની જરૂર નથી. જે ઉમેદવારોની આ પદો પર પસંદગી થશે, તેમને દર મહિને 20,000 થી 22,000 રૂપિયા મહીનાનો પગાર મળશે અને એક વખત 3000 રૂપિયાનું બુક ભથ્થું પણ મળશે. ઉમેદવારોની પસંદગી CBT ટેસ્ટ અને ઈન્ટરવ્યુ રાઉન્ડના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કેમ ગોળ અને નાની હોય છે વિમાનીની બારી? ત્રણ ઘટનાના કારણે આકારમાં ફેરફાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સતીકાંડનું ખૌફનાક સત્ય / પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?
કેન્દ્રનો નિર્ણય / ગરીબોને 5 વર્ષ સુધી મળતું રહેશે મફત અનાજ, મોદી સરકારે લંબાવી મોટી યોજના
રાજસ્થાન સતીપ્રથા / ચકચારી રુપ કંવર સતી કાંડમાં 37 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.