બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NTPCએ બહાર પાડી બમ્પર ભરતી, પરીક્ષા ફી આપ્યા વગર આ લોકો ભરી શકશે ફોર્મ, જાણો અન્ય ડિટેલ્સ

સરકારી નોકરી / NTPCએ બહાર પાડી બમ્પર ભરતી, પરીક્ષા ફી આપ્યા વગર આ લોકો ભરી શકશે ફોર્મ, જાણો અન્ય ડિટેલ્સ

Last Updated: 12:23 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NTPC Mining Limited Recruitment 2024: NTPC માઈનિંગ લિમિટેડે માઈનિંગ ઓવરમેન, મેગજીન પ્રભારી, મિકેનિકલ સુપરવાઈઝર વગેરે સહિત 144 અલગ અલગ પદો પર વેકેન્સી બહાર પાડી છે.

NTPC માઈનિંગ લિમિટેડે દેશભરમાં માઈનિંગ ઓવરમેન, મેગઝીન ઈંચાર્જ, મેકેનિકલ સુપરવાઈઝર અને અન્ય ઘણા પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કુલ 144 પદો પર ભરતી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 17 જુલાઈ 2024થી શરૂ થઈ ચુકી છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે. ઈચ્છુક ઉમેદવાર ntpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.

job-search

NTPC Mining Limited Recruitment 2024

જે ઉમેદવાર કોઈ પણ પદ માટે અરજી કરવામાં રૂચિ રાખે છે અને પાત્ર છે. તેઓ અરજી કરી શકે છે. વેકેન્સી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિશ્યલ નોટિફિકેશન જોવાનું રહેશે. તેમાં પાત્રતા માપદંડ, શૈક્ષણિક યોગ્યતા, વય મર્યાદા, સિલેક્શન પ્રોસેશ અને અન્ય જાણકારી વિશે જાણકારી હોવી જરૂરી છે.

વધારાની સુચના પીડીએફ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

PROMOTIONAL 12

144 અલગ અલગ પદો પર ભરતી

NTPC માઈનિંગ લિમિટેડે માઈનિંગ ઓવરમેન, મેગઝીન પ્રભારી, મિકેનિકલ સુપરવાઈઝર વગેરે સહિત 144 અલગ અલગ પદોની વેકેન્સી જાહેર કરી છે. વેકેન્સીની સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.

  • માઈનિંગ ઓવરમેન-67
  • પત્રિકા પ્રભારી- 9
  • મિકેનિકલ સુપરવાઈઝર- 28
  • ઈલેક્ટ્રિકલ સુપરવાઈઝર- 26
  • વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્પેક્ટર- 8
  • જુનિયર માઈન સર્વેયર- 3
  • ખનન સરદાર-3
  • કુલ-144
job-1

આ રીતે થશે સિકેલ્શન પ્રોસેસ

આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.

Computer Based Test

આ પદો માટે અરજી કરનાર બધા ઉમેદવારોને કોમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જેમાં 120 સવાલ રહેશે. આ પ્રક્રિયામાં પુછવામાં આવતા સબ્જેક્ટ જનરલ નોલેજ, અંગ્રેજી, ક્વોન્ટિટેટિવ એપ્ટીટ્યુડ, રીઝનિંગ અને ડિસિપ્લિન સ્પેસિફિક સબ્જેક્ટ છે. પરીક્ષાનો સમય 2 કલાકનો છે. ખોટો જવાબ આપવા પર નેગેટિવ માર્કિંગ થશે.

Skill Test or Interview

અરજી કરવામાં આવેલા પદના આધાર પર ઉમેદવારોને પોતાના પ્રેક્ટિકલ નોલેજ અને સસ્ટેનેબિલિટીનું મુલ્યાંકન કરવા માટે સ્કિલ ટેસ્ટ કે ઈન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. સીબીટી પાસ કરનાર ઉમેદવારને સ્કિલ ટેસ્ટ કે ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

job-search

વધુ વાંચો: તમારે ઘરે આવતું દૂધ નકલી નથી ને? ગ્લુકોઝ અને નિરમાથી બનાવેલા દૂધનું ટેન્કર ઝડપાયું, જુઓ વીડિયો

જાણો કેટલી રહેશે ફી

અરજીકરનાર ઉમેદવારની ફી કેટેગરીના આધાર પર અલગ અલગ હશે. કેટેગરી વાઈઝ અરજીકરનારને ફી કેટલી આપવી પડશે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

UR/EWS/OBC- 300 રૂપિયા

SC/ST/PWBD/ભૂતપૂર્વક સૈનિક/ મહિલા ઉમેદવારને ફી ભરવાની રહેશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Job NTPC Mining Limited Recruitment 2024 Supervisor
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ