બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સરકારી નોકરીની મોટી તક! NTPCમાં ભરતી પ્રક્રિયા શરૂ, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને સંપૂર્ણ વિગત એક ક્લિકમાં

જોબ એલર્ટ / સરકારી નોકરીની મોટી તક! NTPCમાં ભરતી પ્રક્રિયા શરૂ, જાણો એપ્લાય પ્રોસેસથી લઇને સંપૂર્ણ વિગત એક ક્લિકમાં

Last Updated: 10:03 AM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી નોકરીની તૈયારી કરતા યુવક-યુવતી માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં NTPC લિમિટેડમાં ડેપ્યુટી મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ફટાફટ કરો અરજી.

NTPC Manager Recruitment: જો તમે સરકારી નોકરીની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે, તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. NTPC લિમિટેડમાં ડેપ્યુટી મેનેજરની ભરતી બહાર પાડી છે. જેના માટે અરજી મંગાવવામાં આવી રહી છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28મી સપ્ટેમ્બર છે. ચાલો જાણીએ ભરતી માટે યોગ્યતા તેમજ અન્ય સંબંધિત માહિતી. આ રીતે ફટાફટ અરજી કરો.

PROMOTIONAL 10

આટલા પદો પર થશે ભરતી

NTPCમાં ઇલેક્ટ્રિકલ ઇરેક્શન માટે 45 પોસ્ટ્સ, મિકેનિકલ ઈરેક્શન માટે 95 પોસ્ટ્સ તેમજ સીએન્ડ આઈ ઈરેક્શન માટે 35 પોસ્ટ્સ જ્યારે સિવિલ કન્સ્ટ્રક્શન માટે 75 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે.

ભરતી માટે યોગ્યતા

ઇલેક્ટ્રિકલ ઇરેક્શન માટે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં B.E/B.Tech ડિગ્રી હોવી જોઈએ. મિકેનિકલ ઈરેક્શન માટે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે મિકેનિકલ/પ્રોડક્શનમાં B.E/B.Tech ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. C&I ઈરેક્શન માટે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા ગુણ સાથે ઇલેક્ટ્રોનિક્સ/કંટ્રોલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન/ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં B.E/B.Tech ડિગ્રી હોવી જોઈએ. સિવિલ કન્સ્ટ્રક્શન: માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સિવિલ/કન્સ્ટ્રક્શનમાં B.E./B.Tech ડિગ્રી હોવી જોઈએ.

વધુ વાંચો : 10મી પાસવાળાને વગર પરીક્ષાએ સરકારી નોકરીનો ચાન્સ, 1180ની ભરતી, આ તારીખે બંધ થઈ જશે લિન્ક

અરજી ફી કેટલી છે?

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. જનરલ/EWS/OBC કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 300 છે. SC/ST/PWBD કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારો માટે અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે- નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અથવા ઓફલાઈન મોડથી ફી ની ચૂકવણી કરી શકાશે. સંબંધિત વિષયની વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Job Deputy Manager Recruitment NTPC
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ