nta ugc net admit card 2019 today at nta net nic in check how to download NTA NET Exam
પરીક્ષા /
NTA NET 2019 : થોડા જ સમયમાં જાહેર થશે એડમિટ કાર્ડ, આ છે ડાયરેક્ટ લિંક
Team VTV05:21 PM, 27 May 19
| Updated: 05:26 PM, 27 May 19
નેટ પરીક્ષાનું એડમિટ કાર્ડ (NET Admit Card) આજે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોના એડમિટ કાર્ડ (NET Admit Card) એનટીએ નેટની ઓફિશિયલ વેબસાઇટ ntanet.ac.in પર જાહેર કરવામાં આવશે.
ઉમેદવાર આ વેબસાઇટ પરથી પોતાનું એડમિટ કાર્ડ (NTA UGC NET Admit Card) ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડ (NTA NET Admit Card) ડાઉનલોડ કરવામાટે ઉમેદવારોએ રજીસ્ટ્રેશન આઇડી અને જન્મતારીખ અપલોડ કરી લોગ કરવાનું રહેશે.
આ વર્ષે નેટની પરીક્ષા જૂન અને ડિસેમ્બરમાં યોજાવાની છે. જૂનમાં પરીક્ષા 20થી 28 તારીખ સુધી આયોજીત કરવામાં આવશે. નેટની પરીક્ષા કમ્યૂટર બેઝ્ડ હશે. નેટની પરીક્ષા 2 પેપરમાં રહેશે. પહેલું પેપર ટીચિંગ એન્ડ રિસર્ચ એપ્ટીટ્યૂડનું રહેશે. જ્યારે બીજુ પેપર ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવેલ વિષયને લગતું હશે. આપને જણાવીએ કે UGC NET June Exam માટે 1 માર્ચથી લઇને 30 માર્ચ સુધી ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી.
NTA NET 2019 Admit Card આ રીતે એક ક્લિકમાં કરો ડાઉનલોડ
ઉમેદવાર નીચે આપવામાં આવેલ ડાયરેક્ટ લિંકની મદદથી એક ક્લિકમાં પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.