બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / LJ યુનિવર્સિટીમાં ફી વધારાના આક્ષેપ સાથે NSUI મેદાને, કર્યો ડાયરેક્ટરની ઓફિસનો ઘેરાવ, આપી આંદોલનની ચીમકી
Last Updated: 04:26 PM, 11 September 2024
અમદાવાદમાં L J યુનિવર્સિટીમાં ફી વધારાને લઇ NSUIએ વિરોધ નોંધાવ્યો છે. MCAના વિદ્યાર્થીઓ પાસેથી વધારે ફી લેવાતી હોવાનો NSUIએ આરોપ લગાવ્યો છે. 46 હજારની જગ્યાએ 76 હજાર ફી લેવાતી હોવાનો કાર્યકર્તાઓએ દાવો કર્યો છે.
ADVERTISEMENT
ફી વધારાને લઇ NSUIનો વિરોધ
ADVERTISEMENT
કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ ડાયરેક્ટરની ઓફિસને ઘેરાવ કર્યો હતો. જેને પગલે ડાયરેક્ટરે સ્થળ પર જઇ સમસ્યા નિવારવા પ્રયાસ કર્યો હતો. ગયા જૂલાઇ મહિનામાં રેગ્યુલેશન કમિટીએ ફી વધારો જાહેર કર્યો હતો. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ ફી લેવાતી હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. જો ફી ઘટાડો નહી કરાય તો NSUIએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: જમવાનું સ્વાદિષ્ટ નહીં બનતા પતિએ ગળું દબાવી પત્નીને પતાવી દીધી, 4 મહિનામાં જ લગ્નજીવનનો કરૂણ અંજામ
ડાયરેક્ટરે સમસ્યા નિવારવા કર્યો પ્રયાસ
ડાયરેક્ટરે સ્થળ પર જઇ સમસ્યા નિવારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોષએ ભરાયેલા વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચાર કર્યો હતો. ત્યારે ડાયરેક્ટરએ જણાવ્યું કે, પર સેમિસ્ટરનો સાડા દસ હજારનો વધારો થયો છે. વધુમાં કહ્યું કે, ફી વધારો કે, ઘટાડો કોઈ પણ યુનિવર્સિટીના હાથમાં હોતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.