ચીની વિદેશ મંત્રી વાંગ યી આજે ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે.
ચીનના વિદેશ મંત્રી ભારતની મુલાકાતે
અજીત ડોભાલ સાથે થઈ દોઢ કલાક ચર્ચા
ભારતની સ્પષ્ટ વાત- પહેલા આ કામ કરો
ચીની વિદેશ મંત્રી વાંગ યી આજે ભારતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, જ્યાં સુધી વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actual Control -LAC) પરથી ચીની સેના હટાવામાં નહીં આવે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ વાતચીત થઈ શકશે નહીં. દોઢ કલાક ચાલેલી આ વાતચીત દરમિયાન ભારતે કહ્યું કે, બોર્ડર ક્ષેત્રમાંથી ફટાફટ સેનાને સંપૂર્ણપણે હટાવાની જરૂર છે. જેથી દ્વિપક્ષીય સંબંધ સ્વાભાવિક પાટા પર આવી શકે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતે શાંતિ સ્થાપવા, સૈન્ય સ્તર પર પોઝિટિવ વાતચીત ચાલુ રાખવા પર ભાર આપ્યો છે. અજીત ડોભાલે વાંગ યીને કહ્યું કે, સુનિશ્ચિત કરવામાં આવે કે, કાર્યવાહી સમાન અને પરસ્પર સુરક્ષાની ભાવનાનું ઉલ્લંઘન નહીં કરતું. એક જ દિશામાં કામ કરે અને બાકીના મુદ્દાનું ફટાફટ નિવારણ લાવવામાં આવે.
#WATCH | Chinese Foreign Minister Wang Yi meets External Affairs Minister S Jaishankar for delegation-level talks in Delhi pic.twitter.com/Xv3MoFhFWE
આ તમામની વચ્ચે ચીનના વિદેશ મંત્રી અજીત ડોભાલ સાથે વાતચીતને આગળ વધારવા માટે ચીનના પ્રવાસે આવવાનું પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે. તેના પર ડોભાલે પોઝિટિવ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ તાત્કાલિકત મુદ્દાને સફળતાપૂર્વક હલ કકર્યા બાદ ચીનની મુસાફરી કરી શકે છે. ડોભાલે એવું પણ કહ્યું કે, હાલની સ્થિતિ કોઈના પણ હિતમાં નથી. શાંતિથી બંને એકબીજા પ્રત્યે વિશ્વાસ જાગશે.
2020માં બેને વચ્ચે ચાલી હતી લાંબી વાતચીત
અજીત ડોભાલ અને વાંગ યીએ પૂર્વી લદ્દાખમાં તણાવને ઓછો કરવા માટે થઈને જૂલાઈ 2020માં ફોન પર લાંબી વાતચીત કરી હતી. ભારત અને ચીન પૂર્વી લદ્દાખમા ગતિરોધનો હલ શોધવા માટે ઉચ્ચ સ્તરિય સૈન્ય વાર્તા પણ કરી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ અમુક સ્થઆનોથી પોતાના સૈનિકોને પાછા પણ બોલાવામાં આવ્યા છે.
15 જૂન 2020માં થઈ ગલવાનમાં હિંસા
આપને જણાવી દઈએ કે, પૈંગોંગ સરોવરના વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે વિવાદ બાદ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15 જૂન 2020ના રોજ હિંસક સંઘર્ષથી તણાવ વધ્યો હતો. તેમાં 20 ભારતીયો શહીદ થઈ ગયા હતા. ચીનના કેટલાય સૈનિકો પણ માર્યા ગયા હતા. ચીનના 35થી વધારે સૈનિકો મર્યા હોવાની ખબર આંતરરાષ્ટ્રીય મીડિયા પણ છવાઈ હતી. જો કે, ચીને સત્તાવાર રીતે 4 સૈનિકો મર્યા હોવાનું સ્વિકાર્યું હતું.