ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શ્રીલંકામાં બે દિવસની મુલાકાત દરમિયાન ત્યાંના તમિળ નેતા આર સંપનનાથની મુલાકાત લીધી.
શું હતો મુલાકાતનો હેતુ?
નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલે શ્રીલંકાની બે દિવસની મુલાકાત લીધી હતી જ્યાં ભારત, શ્રીલંકા અને માલદીવ વચ્ચે ટ્રાઇલેટરલ વાતચીત થઇ હતી. આ મુલાકાતમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે, પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે અને માલદીવના રક્ષા મંત્રી મારિયા અહમદ દીદીએ ભાગ લીધો હતો. ત્રણેય દેશોએ હિન્દ મહાસાગરમાં ચીનની વધતી હિલચાલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
સંપનનાથ શ્રીલંકામાં રહેતા તમિળ સમાજના એક કદાવર નેતા ગણાય છે. ડોભાલે તેમની વાતચીત કરીને શ્રીલંકામાં તમિળ પ્રજાની પરિસ્થિતિ વિષે તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હશે એમ માનવામાં આવે છે. સંપનનાથના નેશનલ તમિલ અલાયન્સના 10 સાંસદ રાજકારણમાં સક્રિય છે.
PM મોદી અને શ્રીલંકાના PM વચ્ચે પણ થઇ હતી બેઠક
Maldivian Minister of Defence @MariyaDidi met with PM @PresRajapaksa yesterday. As the The 4th National Security Adviser (NSA)Level Trilateral Meeting on Maritime Security Cooperation commenced;they had a detailed discussion on deepening bilateral partnership between both nations pic.twitter.com/DdbT5eOE7C
નોંધનીય છે કે PM મોદી પણ શ્રીલંકાના વડાપ્રધાનની સામે તમિળ લઘુમતિના અધિકારો મુદ્દે ચિંતા વ્યક્ત કરી ચુક્યા છે. PM મોદી અને શ્રીલંકાના વડાપ્રધાન વચ્ચે 26 સપ્ટેમ્બરે વર્ચ્યુઅલ સમિટ થઇ હતી.