બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:23 PM, 19 September 2024
યુનાઇટેડ કિંગડમ સરકારે તાજેતરમાં જ જણાવ્યું કે યુનાઈટેક કિંગડમ વિદ્યાર્થીઓની સાથે જનારા ડિપેન્ડન્ટ્સની સંખ્યામાં લગભગ 80 ટકાનો ઘટાડો થયો છે. 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં 26,000 ઓછી વિદ્યાર્થી વિઝા અરજીઓ કરવામાં આવી છે. તાજેતરમાં સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કડક વિઝા નિયમોને કારણે આ વર્ષે યુકેમાં અભ્યાસ શરૂ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેમના પરિવારને સાથે લાવવાનું વધુ મુશ્કેલ બની ગયું છે. માહિતી અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં યુનાઈટેડ કિંગડમે 1.16 મિલિયન વિઝા જારી કર્યા છે. ત્યારે ગયા વર્ષની સરખામણીમાં વર્ક વિઝામાં 11% ઘટાડો થયો છે, તો સ્ટુડન્ટ વિઝામાં 13%નો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
વિઝાના નિયમો વધુ સખત કર્યા પછી હવે યુનાઇટેડ કિંગડમમાં વર્ક વિઝામાં પણ ગયા વર્ષની સરખામણીમાં 11 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જૂન 2024 સુધીમાં 2,86,382 વર્ક વિઝા જારી કરવામાં આવ્યા. જો કે 2019ની સરખામણીમાં આ આંકડો બમણો છે. સૌથી વધારે 89,095 વિઝા હેલ્થ કેર વર્કર વિઝા પ્રોગ્રામમાં જારી કરવામાં આવ્યા છે, જેમાં ગયા વર્ષની સરખામણીમાં 26 ટકાનો ઘટાડો છે. એપ્રિલથી જૂન 2024 દરમિયાન જારી કરાયેલા વિઝાની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 81 ટકાનો ઘટાડો થયો છે.
ADVERTISEMENT
સ્કિલ્ડ વર્કર પોલિસી કેટેગરીમાં વર્ષ 2021 કરતા આંકડો બમણો થયો છે, પણ તાજેતરના વર્ષમાં આમાં 3 ટકાનો ઘટાડો પણ થયો છે. ત્યારે આ વર્ષે 88,653 વિઝા જારી કરવામાં આવ્યા છે. વર્કિંગ વિઝા પર યુકે આવનારા લોકો કરતા તેમના ડિપેન્ડન્ટ્સની સંખ્યા વધારે છે. ત્યારે જૂન 2024 સુધીમાં 2,60,392 ડિપેન્ડન્ટ વિઝા જારી કરવામાં આવ્યા છે. જે રીતે હેલ્થ કેર વર્કર વિઝા પ્રોગ્રામમાં સૌથી વધારે વિઝા જારી કરવામાં આવ્યા, એ જ રીતે તેમના ડિપેન્ડન્ટ્સની સંખ્યા પણ સૌથી વધારે 69 ટકા છે. 77,419 ટેમ્પરરી વર્ક વિઝા, 34,332 સિઝનલ વર્ક વિઝા અને યુથ મોબિલિટી સ્કિમમાં 24,091 વિઝા જારી કરાયા છે.
આ પણ વાંચો: કેનેડામાં રોજગાર ગોતવો હવે અધરો! ટ્રુડો સરકારે આપ્યો ભારતીયોને ઝટકો, લાગુ થશે નવો નિયમ
ફેમિલી વિઝાની અરજીઓમાં જોવા જઈએ તો જૂન 2024 સુધીમાં 98,006 વિઝા અરજીઓ થઈ હતી, જે ગયા વર્ષ કરતા 40 ટકા વધુ હતી. વર્ષ 2007થી યુકેમાં એન્ટ્રી કરનારા લોકોમાંથી 62 ટકા લોકોને ઈનડેફિનિટ લિવ ટૂ રિમેઈન (ILR) મળી ગયું છે. જે 10 વર્ષમાં 83 ટકાનો વધારો દર્શાવે છે. આમાં મોટાભાગના ફેમિલી વિઝા પર ત્યાં જનારા લોકો હતા, જયારે 21 ટકા વર્ક વિઝા હોલ્ડર હતા અને માત્ર 7 ટકા લોકો જ સ્ટુડન્ટ વિઝા પર યુકે જઈને સેટલ થયા હતા. આ સિવાય સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો એમાં પણ ઘટાડો થયો છે. 4,32,225 સ્ટુડન્ટ વિઝા જારી કરવામાં આવ્યા, જે ગયા વર્ષ કરતા 13 ટકા ઓછા છે, જયારે 2019ની સરખામણીમાં 63 ટકા વધારે છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના ડિપેન્ડન્ટ્સને 11,675 વિઝા જ જારી થયા, જે ગયા વર્ષની સરખામણીમાં 81 ટકાનો ઓછા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.