બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિદેશમાં MBA કરવાનું વિચારો છો? જાણો અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયામાંથી કયો બેસ્ટ ઓપ્શન
Last Updated: 03:16 PM, 23 August 2024
ઘણા ભારતીય યુવાનોને એમબીએ કરવા માટે વિદેશ જવાની ઇચ્છા હોય છે. ત્યારે એમના માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે કઈ યુનિવર્સિટીથી એમબીએ કર્યા પછી કારકિર્દી સેટ થઈ જશે. તો અત્યર સુધીના ડેટા પર નજર કરવામાં આવે તો એવું તારણ નીકળે છે કે મોટાભાગના ભારતીય સ્ટુડન્ટ્સ એમબીએ કરવા માટે અમેરિકા અને બ્રિટનને પ્રાથમિકતા આપે છે. જો કે આ બંને દેશો એવા છે કે જ્યાં ભણવાની સાથે રહેવાનો ખર્ચ પણ વધારે આવે છે.
ADVERTISEMENT
ત્યારે જો આર્થિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો અમેરિકા અને બ્રિટન કરતા કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ઓછી ફી સાથે સારી ટોપ યુનિવર્સિટીઝમાં અભ્યાસ કરવાની તક મળે છે. એક ડેટા પ્રમાણે, 4.65 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા ગયા છે, તો 1.83 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. તો ઓસ્ટ્રેલિયા માટે આ સંખ્યા 90 હજારની આસપાસ છે અને બ્રિટનમાં 55 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
અમેરિકામાં સ્ટેનફર્ડ, વ્હોર્ટન, હાર્વડ, એમઆઈટી, કોલંબિયા, નોર્થવેસ્ટર્ન અને યુસી બેર્કલેય જેવી ટોપ યુનિવર્સિટી છે, સ્ટેનફોર્ડ માટે એક વર્ષની ટ્યુશન ફી 82 હજાર 455 ડોલર છે. તો રહેવાનો ખર્ચ 19 હજાર ડોલર, હાઉસિંગનો ખર્ચ 20 હજાર ડોલર, હેલ્થ ઈન્સ્યોરન્સ 7 હજાર 620 ડોલર, હેલ્થ ફી 783 ડોલર છે. એટલે કે એક ભારતીય વિદ્યાર્થીને અહીં ભણવા રહેવાનો એક વર્ષનો અંદાજિત ખર્ચ 1.09 કરોડ રૂપિયા આસપાસ થઈ જાય. અને બે વર્ષનો ખર્ચ 2.18 કરોડ રૂપિયા સુધીનો થઈ જાય. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને ક્લાસિસ હોય ત્યારે એક સપ્તાહમાં 20 કલાક કામ કરવાની પરમિટ મળે છે. જો ક્લાસિસ ન હોય તો એક સપ્તાહમાં 40 કલાક કામ કરવાની પરમિટ મળે છે. સાથે જ કોર્સ પૂરો થાય પછી F1 વિઝા ધારકોને એક વર્ષ સુધી ટ્રેનિંગ માટે ત્યાં રહેવાની પરમિશન પણ મળી જાય છે.
કેનેડામાં પણ છે સારો વિકલ્પ
ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા પણ ફેવરિટ બની ગયું છે. કેનેડામાં ક્વિન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ટોરંટો, યુનિવર્સિટી ઓફ વોટરલૂ, યુનિવર્સિટી ઓફ વોટરલૂ, યુનિવર્સિટી ઓફ યોર્ક, મેકગિલ યુનિવર્સિટી જેવી સંસ્થાઓ છે, જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ ભણવાનું પસંદ કરતા હોય છે. અહીં મેકગિલ યુનિવર્સિટી માટે ભારતીય વિદ્યાર્થીઓની ટ્યુશન ફી 1 લાખ 2 હજાર 500 ડોલર છે, તો 3 હજાર ડોલર ઇન્ટરનેશનલ સ્ટડી ટ્રિપનો ખર્ચો આવે છે. સાથે જ રહેવાનો ખર્ચ 24 હજાર ડોલર. એટલે કે બે વર્ષના એમબીએના અભ્યાસ દરમિયાન ભારતીય સ્ટુડન્ટને 80 લાખ રૂપિયાની જરૂર પડે છે. એક અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરવાની પરમિટ અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને 3 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પણ મળે છે.
આ પણ વાંચો: ભારતીયો માટે ગુડ ન્યુઝ: હવેથી આ પાડોશી દેશની યાત્રા કરવી થશે સરળ, નહીં પડે વિઝાની જરૂર
ઓસ્ટ્રેલિયા છે બજેટ ફ્રેન્ડલી
ઓસ્ટ્રેલિયા ભણવા અને રહેવાના મામલે અમેરિકા અને કેનેડા કરતા સસ્તું પડે છે. અહીં મેલબોર્ન, ક્વિન્સલેન્ડ, સિડની,વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, કેનબેરા, વોલોન્ગોન્ગ અને વિક્ટોરિયા જેવી યુનિવર્સિટી છે. અહીં ટ્યુશન ફી 55 હજાર ડોલર હોય છે, તો દોઢ વર્ષના MBAનો ખર્ચ 82 હજાર 500 ડોલર આસપાસ થઈ જાય છે. સાથે જ દોઢ વર્ષ સુધી અહીં રહેવાનો ખર્ચ 36 હજાર ડોલર સુધી પહોંચી જાય છે. એટલે કે દોઢ વર્ષ રહેવા અને ભણવાનો ખર્ચ 66 લાખ 36 હજાર આસપાસ થાય છે. અહીં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને અઠવાડિયાના 24 કલાક કામ કરવાની પરમિટ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.