બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકાની ચૂંટણીમાં આ ગુજરાતીનો દબદબો, લોસ એન્જલસમાં રહેતા મૂળ સુરતી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર
Last Updated: 03:30 PM, 7 August 2024
આ વર્ષે નવેમ્બરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં એક ગુજરાતીનું નામ પણ સામે આવી રહ્યું છે જેઓ છેલ્લા બે દાયકાઓથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું, સમાજનું અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. આ વ્યક્તિ છે મૂળ સુરતના યોગી પટેલું, જેઓ લોસએન્જલસમાં સ્થાયી થયા છે. તેઓ અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે. ત્યારે આજે જાણીએ આ ગુજરાતી વિશે કે જેઓ આપણને એક ગુજરાતી હોવાનો ગર્વ કરવા માટે મજબૂર કરી રહ્યા છે.
ADVERTISEMENT
મૂળ સુરતના છે યોગી પટેલ
મૂળ સુરતના યોગી પટેલ છેલ્લા 20 વર્ષોથી અમેરિકાના લોસએન્જલસમાં રહે છે. તેઓએ વિદેશમાં જ રહીને કેમિકલ એન્જિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓએ રીયલ એસ્ટેટથી લઈને હોટલ અને મોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું છે અને નામ કમાયું છે. સાથે જ તેઓએ કોમર્શિયલ બિલ્ડીંગ એક્ટિવીટીમાં પણ એવું ઘણું કામ કર્યું છે, જેને કારણે તેમનું નામ આ ફિલ્ડમાં મોટું માનવામાં આવે છે. ઘણા સમયથી તેઓ સમાજ સેવા સાથે પણ સંકળાયેલા છે અને ઘણા જુદા-જુદા હોદ્દાઓ પર માનદ સેવા પુરી પાડી રહ્યા છે. તેમને આર્ટેસિયાથી કાઉન્સિલમેન તરીકે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે અહીં ગર્વની વાત એ છે કે આર્ટેસિયા સીટી ખાતેથી યોગી પટેલ પ્રથમ ગુજરાતી છે કે જેમને રિપબ્લિક પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે યોગી પટેલ
વિદેશની ધરતી પર પણ યોગી પટેલ રાજકારણમાં અગ્રેસર છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા છે અને પાર્ટીમાં તેમની નોંધ એક્ટિવ ઇન્ડિયન તરીકે લેવાઈ. એટલે જ આ વર્ષે ચૂંટણીમાં પાર્ટીએ તેમને કાઉન્સિલમેન તરીકેની જવાબદારી આપી છે. તેમનામાં પ્રબળ સેવા ભાવના ભરેલી છે, સાથે જ તેઓ મોટા પાયે ત્યાંના ભારતીય સમુદાય સાથે જોડાયેલા છે, જેને કારણે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ પાર્ટીએ એમ પણ નક્કી કર્યું છે કે જો તેઓ કાઉન્સિલમેન તરીકે ચૂંટણી જીતી જાય છે તો તેમણે 6 જેટલી સીટોની જવાબદારી સોંપવામાં આવશે.
ગુજરાતીઓ માટે ઉભી કરી આવી સુવિધા
યોગી પટેલનાં સમાજમાં યોગદાન અંગે વાત કરવામાં આવે તો, તેઓ સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં કો-ચેરમેન તરીકેની સેવા આપી રહ્યા છે. તેમણે આ કોલેજમાં ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સેવાઓ ઉભી કરે છે. તેને પગલે જ ગુજરાત તેમજ દેશમાંથી લોસએન્જલસ ખાતે ભણવા આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપથી લઈ રહેઠાણની મોટી રાહત મળી. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ઇન્ડો કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકામાં પ્રેસિડેન્ટ કરીકે કામ કરી રહ્યા છે. સાથે જ તેઓ ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસમાં એક્ઝિક્યુટીવ મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ સાથે લોસ એન્જલસ પીસ સેન્ટર, સીટી ઓફ હોમ કેન્સર હોસ્પીટલ ખાતે તેઓ ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યા છે.
સામાજિક કાર્ય માટે મળ્યા અનેક એવોર્ડ
બિઝનેસમાં યોગી પટેલનું નામ આગળ પડતું માનવામાં આવે છે, ત્યારે સમાજિક કામો માટે તેમનું નામ એના કરતા પણ વધારે આગળ આવે છે. તેમણે કરેલા સમાજ સેવાના કામો માટે તેમને ઘણા એવોર્ડ અને સન્માન પણ મળ્યા છે. આઝાદીના 75મા વર્ષ નિમિતે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે સાઉથ ઇન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ પણ મળ્યો છે. સાથે જ સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગું કરી આપવા માટે એજ્યુકેશન ક્ષેત્ર માટે પણ તેમણે સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તેઓ લોસ એન્જલસ કાઉન્ટીમાં સતત ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહ્યા છે. યોગી પટેલને અત્યાર સુધીમાં 7 જેટલા એવોર્ડ મળી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.