બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / લૂંટારુઓએ ફિલ્મી ઢબે એન્ટ્રી મારી, અને 90 જ સેકન્ડમાં જ્વેલર્સને કર્યું નાખ્યું ખાલીખમ, માલિક ગુજરાતી
Priyankka Triveddi
Last Updated: 12:29 PM, 3 July 2025
રવિવાર 29 જૂનના દિવસે કેલિફોર્નિયાના સનીવેલમાં આવેલી એક ગુજરાતી જ્વેલર્સની દુકાન મનીષ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. આ મહિનામાં બીજી વાર છે જ્યારે આ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હોય. આ પહેલા કુમાર જ્વેલર્સ જે ફ્રેમોંટ ખાતે આવેલી છે ત્યાં 18 જૂનના રોજ લૂંટ થઈ હતી.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ મનીષ જ્વલર્સને ત્યાં લૂંટારાઓ ફિલ્મી ઢબે આવ્યા અને ગાડી સીધી જ દુકાનની અંદર ઘુસાડી દીધી.રવિવારે (29 જૂન) લગભગ બપોરે 2:45 વાગ્યે ઇસ્ટ અલ કેમિનો રીઅલ પર આવેલી ગુજરાતી માલિકની મનીષા જ્વેલર્સ નામની દુકાનને લૂંટારાઓએ નિશાનો બનાવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ફૂટેજમાં જોવા મળ્યું કે, લૂંટારાઓ ગાડીમાં આવે છે અને ગાડી સીધી દુકાનની અંદર ઘુસાડી દે છે. વાહન અંદર ઘુસ્યા બાદ આ લૂંટારાઓ દુકાનની અંદર આવી જાય છે અને હથોડી વડે શોકેસ તોડી નાંખે છે અને ત્યાં પડેલા તમામ દાગીના લઈને નસી જાય છે. ફક્ત 90 સેકન્ડની અંદર લૂંટારૂઓએ આ લૂંટને અંજામ આપ્યો હતો.
દુકાનના માલિકને ઇજા
ADVERTISEMENT
સનીવેલ પોલીસ વિભાગ દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝ અનુસાર અધિકારીઓએ એલ કેમિનો રીઅલ પર સ્ટોર સ્થાન પર થયેલી લૂંટ અંગે જણાવ્યું કે લૂંટના ઇરાદાથી આવેલા લોકો એક ચોરીની કારમાં આવ્યા હતા. તેઓ વેગ સાથે દીવાલ તોડીને દુકાનમાં પ્રવેશ્યા અને લૂંટ મચાવી. પોલીસ અધિકારીઓએ શંકસ્પદ કારનો પીછો કર્યો પણ કશું હાથ લાગ્યું નહીં. આ લૂંટ દરમિયાન સ્ટોરમાં રહેલા સ્ટોર ઓનરને ઇજા પહોંચી છે.
20 જૂનના રોજ ડબલિનમાં બીજા એક ભારતીય જ્વેલરી સ્ટોર બીજે જ્વેલર્સમાં લૂંટનો આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તે કિસ્સામાં લૂંટારુઓ ખાલી હાથે ગયા કારણ કે બે દિવસ પહેલા કુમાર જ્વેલર્સમાં લૂંટ વિશે સાંભળ્યા પછી સ્ટોરના માલિકે ડિસ્પ્લે કેસ ખાલી કરી દીધા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: વિદેશમાં નોકરી કરનારા ભારતીયોને હવે લીલા લહેર! કેન્દ્ર સરકારે લીધો સૌથી મોટો નિર્ણય
ADVERTISEMENT
મે 2024 થી 8 દુકાનોમાં લૂંટ
મે 2024 થી બે એરિયામાં આઠ ભારતીય જ્વેલરી સ્ટોર્સને તોડફોડ અને લૂંટના નિશાન બનાવવામાં આવ્યા છે. તેમાં સનીવેલમાં નીતિન જ્વેલર્સ, નેવાર્કમાં ભીંડી જ્વેલર્સ, બર્કલેમાં બોમ્બે જ્વેલરી કંપની, સનીવેલમાં પીએનજી જ્વેલર્સ, ફ્રેમોન્ટમાં કુમાર જ્વેલર્સ, ડબલિનમાં બીજે જ્વેલર્સ અને હવે સનીવેલમાં મનીષા જ્વેલર્સનો સમાવેશ થાય છે. આમાંથી પોલીસે બે કેસ, પીએનજી અને કુમાર જ્વેલર્સના શંકાસ્પદોને કસ્ટડીમાં લીધા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.