બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલી યુવતીનું હાર્ટ એટેકથી મોત, જોબ ન મળતા સ્ટ્રેસમાં ગુમાવ્યો જીવ
Last Updated: 11:45 AM, 14 July 2024
પંજાબના લુધિયાનાની યુવતીનું કેનેડામાં મોત નીપજ્યું છે. તે 1 વર્ષ પહેલા કેનેડા ભણવા ગઈ હતી. લુધિયાનાના રાયકોટની 23 વર્ષીય તનવીર કૌરનું મોત હાર્ટ એટેકથી થયું છે. તે સ્ટુડન્ટ વિઝા પર ગયા વર્ષે જ કેનેડા અભ્યાસ માટે ગઈ હતી. જણાવાઈ રહ્યું છે કે કેનેડામાં તેને કોઈ નોકરી મળી રહી ન હતી. કામ ન મળવાને કારણે તે ઘણી પરેશાન હતી. તે પોતાની કારકિર્દીને લઈને સતત ચિંતિત રહેતી હતી. તે પોતાના પરિવારને પણ કહી રહી હતી કે તેને મેન્ટલ સ્ટ્રેસ થઈ રહ્યો છે. ત્યારે આ તણાવ વચ્ચે તેનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
ADVERTISEMENT
તનવીર કૌરના પરિજનોના જણાવ્યા અનુસાર, તેને ક્યાંય નોકરી મળી રહી ન હતી, સાથે જ તે પોતાની કારકિર્દીને લઈને પણ સતત સ્ટ્રેસમાં હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેની તબિયત પણ ખરાબ હતી. ભણવામાં હોશિયાર તનવીરને કેનેડાની બ્રેમ્પટનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની ઇચ્છા હતી, એટલે તેણે સખત મહેનત કરીને સ્ટુડન્ટ વિઝા પણ મેળવી લીધા. તેનું સપનું હતું કે બ્રેમ્પટનમાં સેટલ થાય અને પોતાની કારકિર્દી બનાવે. વિઝા મળ્યા પછી તે બ્રેમ્પટન પહોંચીને શરૂઆતમાં તો અભ્યાસમાં ધ્યાન લગાવ્યું, પરંતુ શરૂઆતના એક મહિના સુધી તેને કોઈ નોકરી ન મળી. ત્યારે કોઈક રીતે તેને પરિજનોએ સમજાવી તો તેણે ભણવામાં મન લગાવ્યું, પરંતુ પછી તેને એ ચિંતા સતાવવા લાગી કે ભણ્યા પછી જો તેને નોકરી ન મળી તો શું થશે.
ADVERTISEMENT
તનવીર ભણવાની સાથે જ પાર્ટ ટાઈમ જોબ શોધી રહી હતી, પરંતુ એને પોતાની ફિલ્ડને લગતી કોઈ સારી નોકરી મળી રહી ન હતી. જેને કારણે તેનો મેન્ટલ સ્ટ્રેસ વધવા લાગ્યો હતો. તેણે પોતાના પરિવારને પણ આ અંગે જણાવ્યું હતું કે તેને ભવિષ્યની ચિંતા થાય છે. આ અંગે તેની પરિજનો સાથે થોડા દિવસો પહેલા જ ચર્ચા થઈ હતી, પછી મોડી રાતે તેને હાર્ટએટેક આવતા કેનેડામાં તનવીરનું મોત નીપજ્યું. ત્યારે પરિવારે સરકારને મદદ માટે અપીલ પણ કરી હતી કે દીકરીનું કેનેડામાં અવસાન થયું છે અને તેનો પાર્થિવ દેહ દેશ પરત લાવવામાં મદદ કરે.
આ પણ વાચો: વિવાદ વચ્ચે પણ કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં થયો 4 ગણો વધારો, જાણો કારણ
અહીં જણાવી દઈએ કે હાલમાં કેનેડામાં ભારતીયોને ઘણી પરેશાની થઈ રહી છે, અહીં જોબ ન મળવાની, હાઉસિંગની અને વધતી મોંધવારીની સમસ્યાથી ઘણા ભારતીયો પરેશાન છે. ત્યારે માહિતી અનુસાર, 12 ટકા જેટલા ભારતીયો કેનેડા છોડીને અન્ય દેશમાં અથવા ભારત પરત આવવા વિચારી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.