બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં હવે નહીં ચાલે! હવે આ ભૂલ કરી તો કરી દેવાશે તાત્કાલિક ડિપોર્ટ
Priyankka Triveddi
Last Updated: 09:05 AM, 30 June 2025
છેલ્લા ઘણા સમયથી ટ્રમ્પ સરકારે જાણે બીડું ઝડપ્યું હોય તેમ એક પછી એક ઈમિગ્રેશનને લગતા નવા નિયમો લાગુ કરી રહી છે. હાલમાં પણ સમાચાર આવ્યા છે કે ઇમિગ્રેશનના નિયમોમાં બીજા નાના મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. અને હવે USમાં ખૂબ સાવધ થઈને રહેવું પડશે કારણકે એક નાની ભૂલ પણ હવે ડિપોર્ટેશનનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ ટ્રમ્પ સરકારના નવા ઈમિગ્રેશનના નિયમ અનુસાર જો હવે કોઈ illegal ઈમિગ્રન્ટ દારૂ પીને ડ્રાઈવિંગ કરતાં પકડાશે તેને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવશે. આ અંગેનું એક બિલ હાઉસમાં પાસ કરવામાં આવ્યું છે. અને આ બિલને રિપબ્લિકન પાર્ટીના કન્ઝર્વેટિવ રિપ્રઝન્ટેટિવ બેરી મૂર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
હાઉસમાં બિલ થયું પાસ
ADVERTISEMENT
એવા અહેવાલ છે કે હાઉસમાં મૂકવામાં આવેલું આ બિલ 246 to 160 વોટથી પાસ થઈ ગયું હતું. કોઈ રિપબ્લિકને આ બિલની વિરુદ્ધમાં વોટ આપ્યો ન હતો. પરંતુ 160 ડેમોક્રેટ્સે બિલનો વિરોધ કર્યો હતો. આ કાયદો સેનેટમાં જશે અને ત્યારબાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા તેના પર સાઈન કરીને તેને અમલમાં મૂકવામાં આવશે. બિલ પાસ થયા બાદ મૂરે જણાવ્યું હતું કે હાઉસમાં થયેલા વોટિંગથી લોકો સમક્ષ એક સ્પષ્ટ મેસેજ ગયો છે કે અમેરિકામાં આવીને કાયદાનો ભંગ કરી તથા દારૂ પીને ડ્રાઈવિંગ કરી અમેરિકનોનો જીવ જોખમમાં મૂકનારા લોકોને પરિણામો ભોગવવા પડશે.
ADVERTISEMENT
આ કાયદા માટે મતદાન કરનારા ડેમોક્રેટ્સમાં હાઉસ પરમેનન્ટ સિલેક્ટ કમિટી ઓન ઇન્ટેલિજન્સ પર ટોચના ડેમોક્રેટ, રેપ. જીમ હિમ્સ, ડી-કોન., તેમજ મધ્યમ પ્રતિનિધિઓ ટોમ સુઓઝી, ડીએન.વાય., જેરેડ ગોલ્ડન, ડી-મેઈન, લૌરા ગિલેન, ડીએન.વાય., ડોન ડેવિસ, ડીએન.સી., અને મેરી ગ્લુસેનકેમ્પ પેરેઝ, ડી-વોશ.નો સમાવેશ થાય છે.
My bill, the Jeremy and Angel Seay and Sergeant Brandon Mendoza Protect Our Communities from DUIs Act, ensures an illegal who endangers American families by driving under the influence never gets to walk out of the courtroom free of consequences. pic.twitter.com/SqV0n30M8H
— Rep. Barry Moore (@RepBarryMoore) June 26, 2025
ADVERTISEMENT
જેરેમી અને એન્જલ ના નામ પરથી કાયદો
આ કાયદાનું પૂરું નામ જેરેમી એન્ડ એન્જલ સી અને સાર્જન્ટ બ્રાન્ડન મેન્ડોઝા પ્રોટેક્ટ અવર કોમ્યુનિટીઝ ફ્રોમ DUIs એક્ટ છે. મૂરના એક કપલ જેરેમી અને એજન્લ સીના નામ પરથી આ એક્ટનું નામ રાખવામાં આવ્યું છે. દારૂ પીને ડ્રાઈવિંગ કરી રહેલા એક ઈલીગલ ઈમિગ્રન્ટે આ કપલને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. આ એક્ટના નામમાં એક પોલીસ અધિકારી બ્રાન્ડન મેન્ડોઝાનો પણ સમાવેશ થાય છે અને તેમનું મોત પણ દારૂ પીને ડ્રાઈવિંગ કરનારા ઈલીગલ ઈમિગ્રન્ટના હાથે થયું હતું. જો DUI માટે દોષિત ઠેરવવામાં આવે છે તો બિન-નાગરિકોને આ કાયદા હેઠળ દેશનિકાલ કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પગલાને ટ્રમ્પના ડિપોર્ટેશનને ઝડપી બનાવવાનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ ડિપોર્ટેશનની સ્પીડ વધારવા ઈચ્છે છે,અને તેના માટે ICEને રોજના 3000 લોકોને એરેસ્ટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ભારે પ્રેશરના કારણે ICE એ પણ કાર્યવાહી આક્રમક બનાવી દીધી છે. આ ઉપરાંત ઘણી એજન્સીઓને પણ ડિપોર્ટેશનના કામે લગાડી દેવામાં આવી છે. તેવામાં હવે ઈલીગલ ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અને તેમને એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે.
ADVERTISEMENT
Stories like these are the reason my bill, the Jeremy and Angel Seay and Sergeant Brandon Mendoza Protect Our Communities from DUIs Act, is so important.
— Rep. Barry Moore (@RepBarryMoore) June 26, 2025
We must do everything we can to protect American families from these tragedies. pic.twitter.com/JSMpTbTIdI
વધુ વાંચો: Video : બહારથી સુંદર દેખાતા કેનેડામાં બેરોજગારી? ભારતીય યુવતીએ બતાવી કડવી સચ્ચાઈ
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની પાછળ પડ્યા હતા અને ત્યારે પણ ટ્રાફિક નિયમોના ભંગ જેવા સામાન્ય અને ગંભીર ન કહી શકાય તેવા ગુના બદલ ઈન્ડિયન્સ સહિત ઘણા ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વિઝા કેન્સલ કરવામાં આવ્યા હતા. જોકે આ સ્ટુડન્ટ્સે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની આવી કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી અને કોર્ટે આવા સ્ટુડન્ટ્સને રાહત આપતા તેમનું વિઝા સ્ટેટસ રિસ્ટોર કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકામાં દારૂ પીને ડ્રાઈવિંગ કરવું ગુનો છે અને તેના માટે સજા પણ છે. જોકે તેના માટે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવી એ એક મોટી વાત છે અને ભવિષ્યમાં આવા અન્ય કાયદાઓ પણ બની શકે છે તેમ એક્સપર્ટ્સનું કહેવું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.