બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:43 PM, 3 September 2024
તાજેતરના સમયમાં કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓ વધી રહી છે અને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા ભારતીય યુવાનોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે આ અંગે ભારતીય અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય અધિકારીઓને એવી શંકા છે કે આવા લોકો મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓના કેનેડામાં થનારા પ્રદર્શનમાં સામેલ થઈ રહ્યા છે, જેઓ અહીં સ્થાયી થવા માંગે છે. અ લોકોને એવું લાગે છે કે ખાલિસ્તાનની માગણી કરતા વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈને તેઓ ત્યાંની સરકાર સામે વાતાવરણ ઊભું કરી લેશે. એવા ઘણા યુવાનો છે જેઓ આ આંદોલનમાં જોડાય છે અને સેલ્ફી લે છે. માનવામાં આવી રહ્યું છે કે વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા લોકોની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે કારણ કે કેનેડાની સરકારે પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં અધિકારીઓને એવી માહિતી મળી છે કે લગભગ અડધો ડઝન એવી ઇમિગ્રેશન ફર્મ છે, જે લોકોને એવી સલાહ આપી રહી છે કે જો તેઓ કેનેડામાં રહેવા માંગે છે તો ખાલિસ્તાન સંબંધિત આંદોલનોમાં ભાગ લે. આનાથી કેનેડા સરકાર પાસેથી નાગરિકતાનો દાવો કરવામાં મદદ મળશે. એક અધિકારીએ કહ્યું, 'કેટલાક યુવાનો ફોટોગ્રાફ લેતા જોવા મળ્યા છે. તેમાંના મોટા ભાગના કદાચ નાગરિકતા માટે અરજી કરવા માગે છે. આ એક રેકેટનો ભાગ છે.' ખાલિસ્તાન સમર્થકોએ આ વર્ષે ઘણા પ્રદર્શનો કર્યા છે. આ લોકોએ ઘણી વખત ભારતીય વાણિજ્ય દૂતાવાસને ઘેરી લીધો અને રાજદ્વારીઓ સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ પણ કર્યો.
ADVERTISEMENT
આ પણ વાંચો: 7000 કાર, સોનાનો મહેલ, કેટલા અમીર છે બ્રુનેઈના સુલ્તાન, જેને મળશે PM મોદી
એટલું જ નહીં, ખાલિસ્તાનીઓએ ગયા શનિવારે પ્રદર્શન પણ કર્યું હતું. આ દરમિયાન આત્મઘાતી હુમલાખોર દિલાવર બબ્બર નામના ખાલિસ્તાનીના પોસ્ટર લહેરાવવામાં આવ્યા હતા. તેણે 29 વર્ષ પહેલા પંજાબના પૂર્વ સીએમ બિઅંત સિંહની હત્યા કરી હતી. આટલું જ નહીં ઓપરેશન બ્લુસ્ટારની વર્ષગાંઠ પર ઇન્દિરા ગાંધીની હત્યાને દર્શાવતી તસવીરો પણ ફરકાવવામાં આવી હતી. જો કે, હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે આ રેલીઓના આયોજકોએ અસ્થાયી ધોરણે સ્થાયી થયેલા યુવાનોને આમંત્રણ આપ્યું હતું. જો કે નવી દિલ્હીમાં આ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેનું કારણ એ છે કે આ વર્ષે કેનેડા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.
માહિતી અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 16800 લોકોએ કેનેડામાં રહેવા માટે અરજી કરી હતી. આ આખા વર્ષ 2023માં કરવામાં આવેલી અરજીઓ કરતાં વધુ છે. આમ, માનવામાં આવે છે કે આ વર્ષે આ આંકડો ઓછામાં ઓછો 25,000 સુધી પહોંચી શકે છે. એવું માનવામાં આવે છે કે કેનેડામાં પીએમ જસ્ટિન ટ્રુડો સત્તામાં આવ્યા પછી, અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. 2015માં આ આંકડો માત્ર 380 હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.