બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા કેનેડાની કોલેજો ધર્મસંકટમાં, પાઈ-પાઈ માટે થઈ રહી છે મોહતાજ
Last Updated: 03:27 PM, 30 July 2024
કેનેડામાં સ્ટુડન્ટ કેપને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઓને બજેટમાં ભારે કાપનો સામનો કરવો પડી રહ્યો છે. લેંગારા કોલેજના પ્રમુખ પૌલા બર્ન્સે જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓમાં 79 ટકા ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર, કોલેજના ફેકલ્ટી એસોસિએશનના સભ્યોએ આ પરિસ્થિતિને કટોકટી ગણાવી છે. તેમને આ પરિસ્થિતિને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં 'અચાનક અને તીવ્ર ઘટાડો' ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે કોલેજ રજિસ્ટ્રેશન ઓછા થયા તો બધાને અસર થશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં થઈ રહેલા ઝડપી ઘટાડાથી પગાર, લાભો અને નોકરીઓને અસર થશે.
ADVERTISEMENT
લેંગારામાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ
લેંગારા કોલેજ એ સંસ્થા છે જ્યાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લેંગારા કોલેજના 37 ટકા વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર અભ્યાસ કરે છે. ફેડરલ સરકારના ડેટા અનુસાર, કોલેજે ગયા વર્ષે લગભગ 7,500 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું, તેમાંથી મોટાભાગના ભારતના હતા. આ આંકડો કેનેડાની મોટી શૈક્ષણિક સંસ્થા સિમોન ફ્રેઝર યુનિવર્સિટી કરતાં પણ વધુ છે.
ADVERTISEMENT
ઘણી કોલેજો પર આવ્યું સંકટ
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અછતનો સામનો કરતી માત્ર લેંગારા કોલેજ જ નથી કરી રહી, પરંતુ સિમોન ફ્રેઝર યુનિવર્સિટી, વિક્ટોરિયા યુનિવર્સિટી અને વાનકુવર આઇલેન્ડ યુનિવર્સિટીમાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. ઘટતી સંખ્યાને કારણે આ સંસ્થાઓ પણ બજેટમાં કાપની યોજના બનાવી રહી છે. આ સંસ્થાઓ માટે વિદેશી વિદ્યાર્થીઓનો ઉત્સાહ કારણ વગરનો નથી. વિદેશી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં ચાર ગણી વધુ ટ્યુશન ફી ચૂકવે છે. દરમિયાન, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાએ જણાવ્યું હતું કે તેમનું રજિસ્ટ્રેશન બજેટ અંદાજો અનુસાર ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: કેનેડામાં રૂંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત, 3 ભારતીય વિદ્યાર્થીના કમકમાટી ભર્યા મોત
વિદેશી વિદ્યાર્થીઓની વધી શકે છે ફી
કવાંટલેન પોલીટેકનિક યુનિવર્સિટીમાં કુલ રજિસ્ટ્રેશનમાં 38 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. અહેવાલ અનુસાર, બ્રિટિશ કોલંબિયાની પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં નોંધાયેલા 533,000 વિદ્યાર્થીઓમાંથી 40 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે, જે 150 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડામાં કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, એટલે જ તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરી શકે છે. બ્રિટિશ કોલંબિયામાં એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીએ દર વર્ષે 45000 ડોલર ટ્યુશન ફી આપવી પડી શકે છે જે મૂળ કેનેડાના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા 5 ગણી વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.