બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:41 PM, 30 September 2024
આજ કાલ લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધતો જાય છે અને ખાસ કરીને ગુજરાતનાં ઘણાં લોકો કેનેડામાં ભણવા તેમજ વેપાર અર્થે સ્થાયી થયા છે. કેનેડાનાં વિઝા વિશે વાત કરીએ તો કેનેડાની સરકાર અલગ અલગ પ્રકારના વિઝા ઈશ્યૂં કરે છે, જેથી તમે કેનેડામાં પ્રવેશ કરી શકો છે. જો કે હવે કેનેડાએ પરમિટ આપવાની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો કરી દીધો છે.
ADVERTISEMENT
જો એક કેનેડાનો ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ (FSWP) દ્વારા લોકો સરળતાથી કેનેડાના વિઝા મેળવી શકે છે. આ FSW એ એક ઇમિગ્રેશન પ્રોગ્રામ છે જે કેનેડામાં વિદેશી કુશળ કામદારોને કાયમી નિવાસની એટલે કે PRની મંજૂરી આપે છે.
ADVERTISEMENT
આ ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ શું છે?
આ પ્રોગ્રામ હેઠળ અરજી કરવા માટે ઉમેદવારોએ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ દ્વારા અરજી કરવાની રહેશે. આમંત્રણ મળ્યા પછી વિઝા પ્રક્રિયામાં છ મહિના જેટલો સમય લાગી શકે છે. આ પ્રોગ્રામ હેઠળ, ક્વિબેક સિવાય કેનેડાના કોઈપણ રાજ્યમાં રહેવાની છૂટ આપવામાં આવે છે. ખાસ આ પ્રોગ્રામ હેઠળ અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 54 વર્ષથી ઓછી હોવી જોઈએ.
એક્સપ્રેસ પ્રોફાઈલ બનાવતા પહેલા, અરજદારોએ FSWPમાં 100 માંથી ઓછામાં ઓછા 67 પોઈન્ટ મેળવવાની જરૂર છે. આ પોઈન્ટ નેટવર્કમાં, કેનેડા પીઆર પોઈન્ટ્સ સાથેના પરિબળોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. સાથે જ આ પ્રોગ્રામમાં ઉમેદવારની ઉંમર, અનુભવ, લેંગ્વેજ સ્કીલ, ઓક્યુપેશન જોઈને પસંદગી કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.