બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં બર્થ ડે પાર્ટી દરમ્યાન ભારતીય વિદ્યાર્થીનું ઝીલમાં ડૂબી જતા મોત, સામે આવ્યો હ્રદય કંપી જાય તેવો Video
Last Updated: 01:27 PM, 17 September 2024
કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદનો પ્રણીત પોતાના જન્મદિવસની ઉજવણી કરવા મિત્રો સાથે ટોરોન્ટોના એક તળાવ પર ગયા હતા. પ્રણીતે તાજેતરમાં જ તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી અને હાલમાં તે કેનેડામાં નોકરી શોધી રહ્યો હતો. એ. પ્રણીત હૈદરાબાદના રંગા રેડ્ડીનો રહેવાસી હતો. પ્રણીત શનિવારે મિત્રો અને તેના ભાઈ સાથે કેનેડામાં ક્લિયર લેક પાસેના એક કોટેજમાં રજાઓ ગાળવા ગયો હતો. રવિવારે સ્વિમિંગ કરવા દરમિયાન ડૂબી જવાથી તેણે જીવ ગુમાવ્યો.
ADVERTISEMENT
Watch: Hyderabad Student Drowns in Canada Lake During his Birthday Celebration
— Sudhakar Udumula (@sudhakarudumula) September 16, 2024
Tragedy struck a Hyderabad family as A Praneeth, who completed his master’s degree and on job search in Canada, drowned in a lake in Toronto while celebrating his birthday. Praneeth, a native of… pic.twitter.com/KCYdYrLfoJ
પ્રણીત 2019માં અભ્યાસ માટે કેનેડા ગયો હતો અને ત્યારથી ત્યાં જ રહેતો હતો. પીડિતના પિતા એ. રવિએ જણાવ્યું કે પ્રણીત રવિવારે સવારે તેના મિત્રો અને ભાઈ સાથે તળાવમાં સ્વિમિંગ કરવા ગયો હતો. આ દરમિયાન બાકીના લોકો તો કિનારા પર પાછા ફર્યા પરંતુ તે કિનારે પાછો ફર્યો નહીં. આ પછી મિત્રોએ સ્થાનિક પ્રશાસનને જાણ કરી. આ પછી, રેસ્ક્યુ ટીમ તળાવ પર પહોંચી અને સાંજે પ્રણીતના મૃતદેહને બહાર કાઢ્યો.
ADVERTISEMENT
પરિવારે માંગી સરકાર પાસે મદદ
પ્રણીતના પિતાએ જણાવ્યું કે તેમને તેમના પુત્રના એક મિત્ર પાસેથી તેના મૃત્યુના સમાચાર મળ્યા. તેમણે કહ્યું કે શનિવારે પ્રણીત તેનો જન્મદિવસ ઉજવવા તળાવ પર ગયો હતો અને રવિવારે મિત્રો સાથે સ્વિમિંગ કરવા ગયો હતો. પરિવારે પ્રણીતના મૃતદેહને ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદ માંગી છે. પ્રણીતના પિતાએ કહ્યું કે તેમના યુવાન પુત્રના જન્મદિવસની ઉજવણી શોકના દિવસમાં ફેરવાઈ ગઈ. અમે ઇચ્છીએ છીએ કે સરકાર પ્રણીતના મૃતદેહને હૈદરાબાદ પરત લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા પગલાં ભરે.
આ પણ વાંચો: કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, હવે સપ્તાહમાં માત્ર આટલા કલાક જ કરી શકશે કામ
આ વર્ષે વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે અકસ્માતની ઘટનાઓ વારંવાર બની રહી છે. ત્રણ અઠવાડિયા પહેલા ફ્લોરિડામાં બે ભારતીય વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી ગયા હતા. આ પહેલા જુલાઈમાં, ન્યૂયોર્કના બાર્બરવિલે ફોલ્સમાં સ્વિમિંગ કરતી વખતે એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. તો હૈદરાબાદના એક યુવાન વિદ્યાર્થીનું યુએસએના હ્યુસ્ટનમાં કરિયાણાની દુકાનમાં ગોળીબારમાં મૃત્યુ થયું હતું. ગયા મહિને, 26 વર્ષીય તકનીકી નિષ્ણાત સિદ્ધાંત પાટીલનું એવ્લાંચ ક્રીકમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.