બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં હેલ્થ કાર્ડ મેળવવું કંઇ નાના છોકરાના ખેલ નથી! વર્ક પરમિટ પર રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ વાંચે

NRI / કેનેડામાં હેલ્થ કાર્ડ મેળવવું કંઇ નાના છોકરાના ખેલ નથી! વર્ક પરમિટ પર રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ખાસ વાંચે

Last Updated: 11:33 AM, 23 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Health Card : કેનેડામાં જે સ્ટુડન્ટ પરમિટથી વર્ક પરમિટ પર જઈ રહ્યા છે અને જેમને ફ્રી મેડિકલ સર્વિસ જોઈએ તેમની માટે એક મોટી અપડેટ, જાણો કઈ રીતે મેળવશો હેલ્થ કાર્ડ ?

Canada Health Card : ગુજરાતીઓ સહિત દેશભરના અનેક લોકો અભ્યાસ કે જોબ માટે કેનેડા જાય છે. જેમાં કેટલાક લોકો સ્ટુડન્ટ પરમિટથી વર્ક પરમિટમાં જાય છે તેમની માટે એક મોટા સમાચાર છે. વાસ્તવમાં કેનેડામાં જે સ્ટુડન્ટ પરમિટથી વર્ક પરમિટ પર જઈ રહ્યા છે અને જેમને ફ્રી મેડિકલ સર્વિસ જોઈએ તેમની માટે એક મોટી અપડેટ સામે આવી છે.

કેનેડામાં કેટલાક લોકો પાર્ટ ટાઈમ જોબ કરતાં હોય છે અને જેવા તે વર્ક પરમિટ પર આવે છે તે તરત હેલ્થ કાર્ડ માટે એપ્લાય કરે છે. પણ તમારી પાસે ફૂલ ટાઈમ જોબ ન હોવાને કારણે તે અરજી નકારવામાં આવે છે. આપણે જાણીશું આ પ્રકારના હેલ્થ કાર્ડ વિશે.

હવે કેટલાક લોકોના મનમાં સવાલ હોય છે કે, હું 2 કે તેથી વધુ જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ કરું છું અને મારા કામના કલાકો ફૂલ ટાઈમ જોબ જેટલા જ થાય છે તો શું હું હેલ્થ કાર્ડ માટે યોગ્ય છું ? તો તેનો જવાબ છે ના. કારણ કે તમે જ્યારે હેલ્થ કાર્ડ માટે એપ્લાય કરો છો ત્યારે લાસ્ટ જોબ વેરિફિકેશન લેટર ઉપર લખેલું હોવું જોઈએ કે, તમે ફૂલ ટાઈમ વર્ક કરો છો (કાયમી). જો આ પ્રકારનું કઈ પણ લેટરમાં નથી એટલે કે પાર્ટ ટાઈમ જોબ લખ્યું હોય તો તમને હેલ્થ કાર્ડ નહિ મળે.

કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે આ બેનિફિટ

કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા ગયા હોય સરકાર દ્વારા ઘણા ફાયદા અને બેનિફિટ્સ આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને વર્કિંગ પ્રોફેશનલ્સને મદદ કરે છે. જો તમે પણ કેનેડા જવા માંગતા હોવ તો આ લાભો મેળવી શકો છો. કેનેડિયન નાગરિકો અને સ્થાયી નિવાસીઓને આપાતી આ ક્રેડિટ, કરદારોને ટેક્સ પર મળતો પાછો ફાળો છે. જો તમારી આવક નાની હોય તો તમે દરત્રિમાસે આ ક્રેડિટ મેળવી શકો છો, જે તમારું બજેટ વધારવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ્યારે તમે કેનેડિયન માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં ટ્યુશન ફી ભરતા હો ત્યારે તમે તે ફી માટે ટેક્સ ક્રેડિટ માટે અરજી કરી શકો છો. આ ક્રેડિટ તમારા ટેક્સ બેલેન્સમાં સીધો ઘટાડો લાવે છે. જ્યારે તમે કેનેડિયન માન્યતા પ્રાપ્ત કોલેજ, યુનિવર્સિટી કે અન્ય શૈક્ષણિક સંસ્થામાં ટ્યુશન ફી ભરતા હો ત્યારે તમે તે ફી માટે ટેક્સ ક્રેડિટ માટે અરજી કરી શકો છો.આ ક્રેડિટ તમારા ટેક્સ બેલેન્સમાં સીધો ઘટાડો લાવે છે.

આ પણ વાંચો : કેનેડામાં ભણવા ગયા હોય કે નોકરી કરવા, સરકાર આપે છે પાંચ બેનિફિટ, હજારો ડોલરનો ફાયદો

હાલના સમયમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ અને જોબ માટે જતાં હોય છે. જોકે ત્યાં ગયા બાદ હેલ્થની લગતી સમસ્યાઑ થતાં ખૂબ મોટો ખર્ચ પણ થતો હોય છે. અહીં એ પણ નોંધનીય છે કે, કેનેડામાં ત્યાંની સરકાર હેલ્થ કાર્ડ સિસ્ટમ અમલમાં છે. અને આ યોજનાનો લાભ કેટલાક માપદંડો હોય છે. આ આર્ટીકલમાં પણ આપણે આ હેલ્થ કાર્ડ વિશે વાત કરી. તમે કે તમારા કોઈ સ્નેહીજનો જો કેનેડા જવાનું વિચારી રહ્યા હોય કે પછી તેઓ કેનેડામાં હોય તો તમે તેમણે આ આર્ટીકલ શેર કરી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health Card NRI News Indian Student
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ