બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 AM, 11 October 2024
ભારતીયોમાં ભણવા જવા માટે કે નોકરી કરવા માટે વિદેશનું સૌથી પોપ્યુલર ડેસ્ટિનેશન કેનેડા છે. દર વર્ષે કેટલાય લોકો અભ્યાસ માટે કે નોકરી માટે કેનેડા જતા હોય છે. પરંતુ મોટાભાગના ભારતીયો કેનેડામાં પ્રાઇવેટ નોકરી કરતા હોય છે. ઘણા ઓછા લોકોને એ વાતની જાણકારી હશે કે ભારતીયો કેનેડામાં પણ સરકારી નોકરી કરી શકે છે. કેનેડામાં સરકાર ઘણી પોસ્ટ પર ભરતી બહાર પાડે છે, જેમાં તે વિદેશી લોકોને નોકરી આપે છે.
ADVERTISEMENT
જેમ ભારતમાં સરકારી નોકરી મળી જાય એટલે લાઇફ સેટ થઈ જાય છે, એમ જ કેનેડામાં પણ સરકારી નોકરી મળી જાય તો લાઇફ સેટ થઈ જાય છે. કેનેડાની સરકારી નોકરીઓમાં પણ સારો પગાર, જોબ સિક્યોરિટી અને કરિયરમાં ગ્રોથ મળી જાય છે. ઘણા લોકો આ નોકરીઓ માટે એપ્લાય કરે છે. પણ ઘણા લોકોના મનમાં હજુ પણ એ સવાલ ઉઠતો હોય છે કે શું ભારતીયોને કેનેડામાં સરકારી નોકરી મળે? જો મળે છે તો ક્યાં એપ્લાય કરવું પડે? તો જાણીએ આવા સવાલોના જવાબ.
ADVERTISEMENT
શું ભારતીયોને મળે છે કેનેડામાં સરકારી નોકરી?
જો તમારી પાસે કેનેડાની પરમેનન્ટ રેસિડન્સી એટલે પીઆર હોય તો તમે કેનેડિયન નાગરિક ગણાઓ છો. એટલે કે તમે ત્યાંની સરકારી નોકરીઓ માટે એપ્લાય કરી શકો છો. એટલે કે ભારતીય નાગરિકોએ કેનેડામાં સરકારી નોકરી મેળવવા માટે ત્યાંના પીઆર લેવા જરૂરી છે. એનો અર્થ એ થયો કે એકવાર ત્યાંના પીઆર મળી જાય એટલે કેનેડાની સરકારી નોકરીના દરવાજા ખુલી જાય છે.
કેનેડાની સરકાર આપે છે વિદેશી નાગરિકોને સરકારી નોકરી
કેનેડામાં વિદેશી નાગરિકોને ઘણી એવી સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવે છે, જેના માટે કેનેડાના પીઆર કે નાગરિકતાની જરૂર નથી હોતી. પરંતુ મોટાભાગે આ નોકરીઓ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં કેનેડાની સરકાર વિદેશી નાગરિકોને સરકારી નોકરી આપતી હોય છે. ગયા વર્ષે માર્ચમાં કેનેડાએ પોતાના ફોરેન સર્વિસ ડિવિઝન માટે ભરતી બહાર પાડી હતી, જેમાં ભારતીય સહિત વિદેશી નાગરિકો એપ્લાય કરી શકતા હતા.
આ પણ વાંચો: જો તમારામાં પણ હશે આ સ્કિલ, તો ઘરે બેઠાં મળશે કેનેડાના PR, એક્સપર્ટ પાસેથી જાણો
સરકારી નોકરી માટે ક્યાં કરશો એપ્લાય?
કેનેડામાં સરકારી નોકરી કરવી હોય તો કેનેડાની સરકારની ઓફિશિયલ વેબસાઈટ Canada.ca પર એપ્લાય કરવાનું રહેશે. જે પણ પદો પણ નોકરીઓની વેકેન્સી બહાર પાડવામાં આવી છે એ તમામ સરકારી નોકરીઓનું લિસ્ટ મળી જશે. સાથે જ એના માટેની લાયકાત પણ બતાવી દેશે. પગારની વિગતો પણ અહીં જણાવી દીધી હોય છે. જો કે આ વેબસાઈટ પર એપ્લાય કરવા માટે પહેલા લોગઇન કરવું પડશે, એ માટે આઇડી બનાવવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.