બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / એન્જીનિયર્સ કે ડૉક્ટર નહીં! આ લોકોને PR આપી રહ્યું છે કેનેડા, જાણીને ચોંકી જશો

NRI / એન્જીનિયર્સ કે ડૉક્ટર નહીં! આ લોકોને PR આપી રહ્યું છે કેનેડા, જાણીને ચોંકી જશો

Last Updated: 12:15 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડામાં કામ કરતા વિદેશી નાગરિકોને સરકાર પરમેનેન્ટ રેસિડેન્સી (PR) પ્રદાન કરે છે. આના દ્વારા તેઓ સરળતાથી દેશમાં કાયમી ધોરણે સ્થાયી થઈ શકે છે. જોકે, છેલ્લા એક વર્ષમાં કેનેડામાં પરમેનેન્ટ રેસિડેન્સીના નિયમોમાં ઘણા ફેરફારો થયા છે.

કેનેડામાં પરમેનેન્ટ રેસિડેન્સી (PR) સંબંધિત નવા નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી. આ કારણે, ભારતીયો સહિત વિદેશી કામદારો માટે આ દેશમાં સ્થાયી થવું મુશ્કેલ બની ગયું છે. ભારતીયોની સમસ્યાઓ સૌથી વધુ વધી છે કારણ કે તેઓ મોટી સંખ્યામાં કેનેડામાં કામ કરવા જાય છે. જોકે કેનેડાએ પોતે જ આ પીઆર સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. કેનેડાએ નવા પરમેનેન્ટ રેસિડેન્સી પ્રોગ્રામની જાહેરાત કરી છે.

Canada-Visa

કેનેડા સરકાર દ્વારા જાહેર કરાયેલ પીઆર પ્રોગ્રામથી ભારતીય કામદારોને દેશમાં સરળતાથી સ્થાયી થવાની મંજૂરી મળશે. સૌથી સારી વાત એ છે કે આ પ્રોગ્રામ એટલા માટે લાવવામાં આવ્યો છે કારણ કે કોઈ સેક્ટરમાં કામદારોની અછત છે. કેનેડામાં સામાન્ય રીતે જ્યારે કામદારોની અછત હોય ત્યારે જ સેક્ટર વાઇઝ પીઆર પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે. ચાલો જાણીએ આ પરમેનેન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ વિશે અને તેનાથી ભારતીય અરજદારોને કેવી રીતે ફાયદો થશે.

શું છે કેનેડાનો નવો પીઆર પ્રોગ્રામ?

કેનેડાની સરકાર કન્સ્ટ્રકશન વર્કર્સ માટે પરમેનેન્ટ રેસિડેન્સી પ્રોગ્રામ લઈને આવી છે. આ પ્રોગ્રામ દ્વારા, સ્કિલ્ડ કન્સ્ટ્રકશન વર્કર્સને દેશમાં બોલાવીને આવાસ સંકટને દૂર કરવાની યોજના છે. આ પ્રોગ્રામ દ્વારા, સરકાર કેનેડામાં ગેરકાયદેસર રીતે રહેતા લગભગ 6000 બાંધકામ કામદારોને PR આપશે, જ્યારે 14000 વિદેશી કામદારોને પરમેનેન્ટ રેસિડેન્સી આપવામાં આવશે. ટેમ્પરરી ફોરેન વર્કર્સ (TFWs) ને અભ્યાસ પરમિટ વિના એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામમાં એડમિશન લેવાની પણ મંજૂરી આપવામાં આવશે.

construction-12.jpg

અત્યાર સુધી, ઘણા વિદેશી વર્કર્સ કન્સ્ટ્રકશન, હેલ્થકેર જેવા સેકટરમાં પરમિટ એપ્રેન્ટિસશીપ કરી શકતા ન હતા. સરળ શબ્દોમાં કહીએ તો, આ પ્રોગ્રામ દ્વારા, કન્સ્ટ્રકશન વર્કર્સને સીધા કેનેડામાં PR મળશે, પછી ભલે તેઓ દેશમાં હોય કે વિદેશથી કામ કરવા માટે આવતા હોય. ઘણા વિદેશી વિદ્યાર્થીઓ કન્સ્ટ્રકશન સેક્ટરમાં નોકરી પણ કરી રહ્યા છે, જયારે તેમની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ છે અથવા થવાની છે. આ વિદ્યાર્થીઓ પાસે પણ આ નવા પ્રોગ્રામ દ્વારા કેનેડામાં પીઆર મેળવવાનો વિકલ્પ હશે.

કેનેડાને કેમ રજૂ કરવો પડ્યો નવો પ્રોગ્રામ?

કેનેડા હાલમાં આવાસ સંકટનો સામનો કરી રહ્યું છે. લોકોને રહેવા માટે પૂરતા ઘરો નથી. એવામાં સરકારે 2030 સુધીમાં 10 લાખ નવા ઘરો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે, કેનેડામાં કુશળ મજૂરોની અછત પણ છે, ખાસ કરીને કન્સ્ટ્રકશન સેક્ટરમાં. આવી સ્થિતિમાં, સરકાર માટે ઘરોનો ટાર્ગેટ પૂરો કરવો શક્ય નથી. આ જ કારણ છે કે અત્યારે સરકારને ડોક્ટર-એન્જિનિયરોની નહીં પણ સુથાર-પ્લમ્બરની જરૂર છે. હાલમાં કન્સ્ટ્રકશન ઉદ્યોગમાં કામ કરતા 23% કામદારો વિદેશી છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે, જ્યારે એવા લોકોની સંખ્યા પણ વધારે છે, જે ગેરકાયદેસર રીતે દેશમાં રહે છે.

Canada-Visa1

આ નવા પીઆર પ્રોગ્રામને રજૂ કરવાનો હેતુ મજૂરની અછત ઘટાડવાનો અને દેશમાં કુશળ કામદારો લાવવાનો છે. પીઆર પ્રોગ્રામ વિદેશી કામદારોને કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. કન્સ્ટ્રકશન સેકટરમાં TFWs ને એપ્રેન્ટિસશીપ પ્રોગ્રામમાં એડમિશન લેવાની મંજૂરી આપીને, સરકારે વિદેશી કામદારો માટે ટ્રેનિંગ અને અનુભવ મેળવવાના રસ્તા ખોલી દીધા છે. આ રીતે, તેઓ કન્સ્ટ્રકશન સેક્ટરમાં વધુ સારું યોગદાન આપી શકશે, સાથે જ સરળતાથી પરમેનેન્ટ રેસિડેન્સી પણ મેળવી શકશે.

આ પણ વાંચો: જો તમારી પણ વાર્ષિક આવક છે આટલા રૂપિયા? તો USમાં રહેવા-જમવાનું ફ્રી, જાણો સ્કીમ

ભારતીયોને કેવી રીતે ફાયદો થશે?

ભારતીય વિદ્યાર્થીઓ જે પહેલાથી કેનેડાના કન્સ્ટ્રકશન સેક્ટરમાં કામ કરી રહ્યા છે, તેમણે કેટલાક ચોક્કસ માપદંડો પૂરા કરવા પડશે. આમ કરવાથી તેઓ નવા પ્રોગ્રામ હેઠળ પરમેનેન્ટ રેસિડેન્સી માટે અરજી કરવા પાત્ર બનશે. ભારતીય વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજી, કન્સ્ટ્રકશન એસ્ટીમેશન, સુથારકામ, પ્લમ્બિંગ, છત બાંધકામ, શીટ મેટલ જેવી નોકરીઓ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પાસે હવે પીઆર મેળવવાનો વિકલ્પ રહેશે.

કેનેડાનું ધ્યાન મુખ્યત્વે કુશળ કામદારો પર છે, જેનો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ દ્વારા ફોર્મલ ટ્રેનિંગ મેળવે છે તેમને એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ, પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) અથવા કન્સ્ટ્રકશન વર્કર્સ માટેના નવા PR પ્રોગ્રામ જેવા કાર્યક્રમો દ્વારા પરમેનેન્ટ રેસિડેન્સી માટે અરજી કરતા સમયે ફાયદો થશે. આમ પણ કેનેડામાં ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં કુશળ કામદારોની ખૂબ માંગ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada PR For Indians NRI News Indian Students in Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ