બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા, આરોપીની અટકાયત, પોલીસે કહ્યું 'શક્ય તમામ સહાય પૂરી પડાશે'
Last Updated: 09:20 AM, 5 April 2025
કેનેડાના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર, એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યાંની પોલીસે હજુ સુધી ઘટનાની વિગતો જાહેર કરી નથી, પરંતુ ભારતીય દૂતાવાસે કહ્યું કે તેઓ પીડિત પરિવારને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે.
ADVERTISEMENT
We are deeply saddened by the tragic death of an Indian national in Rockland near Ottawa, due to stabbing. Police has stated a suspect has been taken into custody. We are in close contact through a local community association to provide all possible assistance to the bereaved…
— India in Canada (@HCI_Ottawa) April 5, 2025
ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું કે એક ભારતીય નાગરિકની હત્યાના કેસમાં સ્થાનિક પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ભારતીય હાઈ કમિશને ટ્વિટર પર લખ્યું - "ઓટાવા નજીક રોકલેન્ડમાં ચાકુ મારવાની ઘટનામાં એક ભારતીય નાગરિકના દુઃખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. પોલીસે જણાવ્યું છે કે એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે સ્થાનિક સમુદાય સંગઠન દ્વારા શોકગ્રસ્ત પરિવારના સંપર્કમાં છીએ જેથી શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી શકાય."
આ પણ વાંચો: હવે વિદેશમાં રહેતા NRI ભારત આવ્યા વગર પણ કરી શકશે મતદાન, સંસદીય સમિતિએ કરી મહત્વપૂર્ણ ભલામણ
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, આજે સવારે ક્લેરેન્સ-રોકલેન્ડમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બીજા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આ એ જ ઘટના છે જેનો ઉલ્લેખ ભારતીય દૂતાવાસે પોતાની પોસ્ટમાં કર્યો છે. સમાચાર અહેવાલો અનુસાર, ઓન્ટારિયો પ્રાંતીય પોલીસની હાજરીમાં આવી ઘટનાઓ બની રહી હોવાને કારણે રોકલેન્ડના રહેવાસીઓમાં ડરનો માહોલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.