બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 PM, 10 April 2025
હવે જે લોકો અમેરિકા જવા માંગે છે, તેમના માટે ત્યાં જવું પહેલા જેટલું સરળ નથી રહ્યું. જે લોકો યુએસ વિઝા અથવા પરમેનન્ટ રેસિડેન્સી (ગ્રીન કાર્ડ) મેળવવા ઇચ્છે છે તેઓએ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટ્સ પર ધ્યાન આપવું પડશે. હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પેલેસ્ટાઇન, હિઝબુલ્લાહ કે હમાસને સમર્થન આપવું મોંઘુ સાબિત થઈ શકે છે. એટલું જ નહીં, ઇઝરાયલ, તેના નાગરિકો અથવા યહૂદી સમુદાયની ટીકા કરતો કન્ટેન્ટ પોસ્ટ કરવા અથવા શેર કરવા પર પણ અમેરિકન વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ નહીં મળે.
ADVERTISEMENT
ભલે તમારી પાસે માન્ય યુએસ વિઝા અથવા ગ્રીન કાર્ડ હોય, તો પણ તમને ટ્રમ્પ વહીવટીતંત્રની નવી ઇમિગ્રેશન નીતિઓ હેઠળ યુએસ એરપોર્ટ પર અટકાયત, દેશનિકાલ અથવા ડિવાઈસ ચેકિંગનો સામનો કરવો પડી શકે છે. હોમલેન્ડ સિક્યુરિટી વિભાગની એજન્સી, યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ જણાવ્યું કે ઇઝરાયલ, તેના નાગરિકો અથવા યહૂદી સમુદાયની ટીકા કરતી પોસ્ટ શેર કરવાથી પણ યુએસ વિઝા અથવા રેસિડેન્ટ પરમિટ નહીં મળે.
ADVERTISEMENT
તાત્કાલિક અસરથી લાગુ થશે આ નીતિ
યુએસ ઇમિગ્રેશન અધિકારીઓએ કહ્યું છે કે તેઓ હવે સોશિયલ મીડિયા એક્ટીવીટીની તપાસ કરશે અને આવા લોકોને વિઝા કે રેસિડેન્ટ પરમિટ આપવાનો ઇનકાર કરી દેશે. USCISએ જણાવ્યું કે આ નીતિ તાત્કાલિક અમલમાં આવશે અને વિદ્યાર્થી વિઝા અરજીઓ તેમજ પરમેનન્ટ રેસિડેન્સી (ગ્રીન કાર્ડ) અરજીઓ પર પણ લાગુ થશે. USCIS અનુસાર, હમાસ, પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદ, લેબનોનમાં હિઝબુલ્લાહ અને યમનમાં હૂતીઓને સમર્થન આપતી પોસ્ટ્સને યહૂદી વિરોધી કન્ટેન્ટ તરીકે જોવામાં આવશે. વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન આને નકારાત્મક પરિબળ ગણવામાં આવશે.
'આતંકી સમર્થકો માટે અમેરિકામાં કોઈ જગ્યા નથી'
ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)ના એક અધિકારીએ જણાવ્યું કે 'દુનિયાભરમાં આતંકી સમર્થકો માટે અમેરિકામાં કોઈ જગ્યા નથી. તેમને દેશમાં પ્રવેશવા દેવાની કે અહીં રહેવાની મંજૂરી આપવાની અમારી કોઈ જવાબદારી નથી.' તેમણે કહ્યું, 'જે કોઈ એવું વિચારે છે કે તેઓ અમેરિકા આવીને યહૂદી વિરોધી હિંસા અને આતંકવાદની હિમાયત કરીને પણ રહી શકે છે, તેમણે ફરીથી વિચારવું જોઈએ, અહીં તમારું સ્વાગત નથી.'
આ પણ વાંચો: કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા, આરોપીની અટકાયત, પોલીસે કહ્યું 'શક્ય તમામ સહાય પૂરી પડાશે'
આ સૌથી ચર્ચિત કેસ
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ગયા મહિને કહ્યું હતું કે 300 થી વધુ વિઝા રદ કરવામાં આવ્યા છે અને પ્રક્રિયા ચાલુ છે. 27 માર્ચે તેમણે કહ્યું, "જ્યારે પણ મને આમાંથી કોઈ પાગલ મળે છે, ત્યારે હું તેનો વિઝા છીનવી લઉં છું." સૌથી હાઇ-પ્રોફાઇલ કેસોમાંનો એક મહમૂદ ખલીલનો મામલો છે, જે પેલેસ્ટિનિયન સમર્થક કાર્યકર્તા છે અને ગયા વર્ષે ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. મૂળ સીરિયાનો રહેવાસી અને અલ્જેરિયાનો નાગરિક ખલીલ 2022 માં વિદ્યાર્થી વિઝા પર યુએસ આવ્યો હતો અને 2024 માં પરમેનન્ટ રેસિડેન્સી માટે અરજી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.